શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 9 જાન્યુઆરી 2022 (11:22 IST)

પતંગ ઉત્સવને લઈને આવી ગાઈડ લાઈન

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ ઉત્સવના આ પર્વને ઉજવવા લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગ અને માંજાની ખરીદી કરવા લોકો બજારોમાં જોવા મળી રહ્યા છે.ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા નાગરિકો માટે અને વેપારીઓ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
 
- ઉત્તરાયણને લઈને વધુ એક પોલીસનું જાહેરનામું
 
- શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ બહાર પાડ્યું જાહેરનામું
 
- ચાઈનીઝ દોરી, સિન્થેટિક દોરી, અને નાયલોન દોરી પર પ્રતિબંધ
 
- અગાઉ ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલએ ચાઈનીઝ દોરી પર બેન મુક્યો હતો
 
- દોરીના કારણે લોકો અને પક્ષીઓની જિંદગી ખતરામાં પડે છે
 
- ચાઈનીઝ ટુકકલ પર ઉડાડવા અને ખરીદી વેચાણ પર પ્રતિબંધ
 
- જાહેરનામાના ભંગ  બદલ પોલીસ કરશે કાર્યવાહી
 
- કોરોનાની ગાઈડલાઈન અને પશુઓને જાહેરમાં ઘાસ નાખવા અને જાહેરમાં પતંગ ઉડાવવા પર કાર્યવાહી કરવામાં આવશે