શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 મે 2021 (20:02 IST)

રાજ્યમાં કોરોના પર કંટ્રોલ, 24 કલાકમાં 9,061 કેસ નોંધાયા, 100થી ઓછા મૃત્યું

ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 9,061 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,076 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 6,24,107 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 83.84 ટકાએ પહોંચ્યો છે. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 9,061 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 15,076 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 83.84 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6,24,107 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,11,263 એક્ટિવ દર્દી છે, જે પૈકી 791 લોકો વેન્ટિલેટર પર છે અને 1,10,472 લોકો સ્ટેબલ છે.  6,24,107 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 9039 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 95 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશન 12, સુરત કોર્પોરેશન 8, રાજકોટ કોર્પોરેશન 5, વડોદરા કોર્પોરેશન 5, જામનગર કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 3 અને જૂનાગઢ કોર્પોરેશન 3, વડોદરા 4, મહેસાણા 4, રાજકોટ 3, સુરત 6, અમરેલી 3, રાજકોટ 5, સાબરકાંઠા 1, મહિસાગર 1, બનાસકાંઠા 3, પાટણ 3, કચ્છ 3, અરવલ્લી 1, જામનગર 3, ગાંધીનગર 2, વલસાડ 2, ભાવનગર 1, ભરૂચ 2, દેવભૂમિ દ્વારકા 1, સુરેંદ્રનગર 1, પોરબંદર 1 અને ડાંગ 1 એમ આ સાથે રાજ્યમાં કુલ 95 દર્દીઓના મોત થયા છે.