મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: કોટા. , સોમવાર, 3 મે 2021 (12:20 IST)

પૌત્રને સંક્રમણથી બચાવવા માટે કોરોના પોઝીટિવ દાદા-દાદીએ ટ્રેનના આગળ લગાવી છલાંગ, મોત

કોરોના કાળ (Corana period)ના ભયાનક સ્થિતિમાં કોચિંગ સિટી કોટામાથી ખૂબ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહી કોરોના પોઝીટિવ એક દંપતિએ માત્ર એ કારણે ટ્રેનના આગળ કૂદીને આત્મહત્યા (Suicide) કરી લીધી, કારણ કે તેમને ભય હતો કે તેમને કારણે તેમનો પૌત્ર સંકમણથી પીડિત થઈ શકે છે ઘટનાની સૂચના પછી એ વિસ્તારમાં માતમ પસરી ગયો. બીજી બાજુના પરિવારમાં કોહરામ મચી ગયો. 
 
પોલીસ ઉપઅધિક્ષક ભગવત સિંહ હિંગડએ  જણાવ્યુ કે ઘટના રવિવારે થઈ. અહી આવેલ રેલવે કોલોની વિસ્તારમાં પુરોહિતજી ની ટાપરીમાં રહેનારા હીરાલાલ બૈરવા (75) અને તેમની પત્ની શાંતિ બૈરવા (75) ની એક દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી હતી. આ કારણે બંને તનાવમાં ચાલી રહ્યા હતા. તેમને ઘરમાં જ ક્વોરેંટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ બન્નેને આ વાતની ચિંતા સતાવી રહી હતી કે ક્યાક તેમના પૌત્ર રોહિતને તેમના સંક્રમણનો ખતરો ન થઈ જાય 
 
8 વર્ષ પહેલા પુત્રને ગુમાવી દીધો હતો 
 
રવિવારે બંને પરિવારને બતાવ્યા વગર ઘરેથી નીકળી ગયા. પછી કોટા તરફથી દિલ્હી જનારા ટ્રેક પર જઈ પહોચ્યા અને ટ્રેન આગળ છલાંગ લગાવીને પોતાનો જીવ આપી દીધો. સૂચના મળતા રેલવે કોલોની પોલીસ મથક પર પહોચીને દંપતિના મૃતદેહને ત્યાથી ઉઠાવીને એમબીએસ હોસ્પિટલની મોર્ચરીમાં મુકાવ્યો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યુ છે કે આ દંપતિએ 8 વર્ષ પહેલા પોતાના યુવાન પુત્રને ગુમાવી દીધો હતો. ત્યારબાદ તેઓ હવે પૌત્રને ગુમાવવા નહોતા માંગતા. પોલીસ તપાસ કરી રહી છે 
 
કોટામાં ખૂબ જ ખતરનાક છે કોરોનાની સ્થિતિ 
 
ઉલ્લેખનીય છે કે કોટા પણ રાજસ્થાનના સર્વાધિક સંક્રમિત શહેરોમાં સામેલ છે. અહી કોરોના સ્થિતિને ખૂબ જ ખતરનાક થઈ  રહ્યા છે. કોટામાં  પહેલી લહેરથી અત્યાર સુધી 600 પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારી પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચુક્યા છે. શહેરના હોસ્પિટલ કોરોના પીડિતોથી ભરેલા છે.