શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2022 (09:44 IST)

સુરતમાં કોરોનાનો હાહાકાર, 7 વિદ્યાર્થી અને એક શિક્ષક પોઝિટિવ

સુરતની શાળામાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જેમાં 7 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના પોઝિટિવ થયા છે. તેમાં વિદ્યાર્થીઓના ટેસ્ટીંગની કામગીરી તેજ થઇ છે. તેમજ શાળાઓમાં કોરોના નિયમ પાલન કરવા પાલિકાની સૂચના છે. તથા પાલિકાએ નામ જાહેર કર્યું નથી. સુરતમાં કોરોનાએ ફરી શાળાઓમાં દસ્તક દીધી છે. વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યા બાદ કોરોના વધતા વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

તાજેતરમાં જ કોરોના કન્ટ્રોલમાં આવ્યો હતો. જેથી પાલિકાએ શાળા કોલેજના નામ જાહેર કરવાનું ટાળ્યુ છે. તથા શાળાઓમાં કોરોના નિયમ પાલન કરવા પાલિકાએ કડક સૂચના આપી છે. તથા વિદ્યાર્થીઓની ટેસ્ટિંગ સહિતની કામગીરી તેજ કરાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. 5 મહિના બાદ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસોમાં 400નો આંક વટાવ્યો હતો, ત્યારે સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ 400ની પાર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 416 કેસ નોંધાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, આજે નોંધાયેલા નવા કેસો પૈકી એકલા અમદાવાદમાં જ સૌથી વધુ 184 કેસ સામે આવ્યા છે. આ સિવાય સુરતમાં 90, વડોદરામાં 43, ભાવનગરમાં 15, રાજકોટમાં 16, જામનગરમાં 7 અને ગાંધીનગરમાં 19 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં રિકવરી રેટ ઘટવા સાથે એક્ટિવ દર્દીઓ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલકમાં રાજ્યમાં 230 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.95 ટકા પર પહોંચ્યો છે, જે 98.97 ટકા પર હતો.