1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (17:46 IST)

કોરોનાની ત્રીજી લહેરને લઈને સરકાર એક્શનમાં, લીધો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે એક મહત્વની બેઠક યોજાઈ. જેમા કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા  રાજમોટમા%ં શ્રીમતી મનુબેન ઢેબર સ્ટેડિયમનો ઉપયોગ 100 બેડની કામચલાઉ હોસ્પિટલ ઉભી કરવાનો નિર્ણય લેવાયો. અમેરિકને-ઈડિયન ફાઉંડેશન આ કામ માટે મદદ કરશે. 
 
આ ઉપરાંત રાજકોટની ઐતિહાસિક શ્રી કરણસિંહજી હાઇસ્કૂલ તેમજ બાઇ સાહેબ બા હાઇસ્કૂલના મૂળ માળખાની ગરિમા જાળવી રાખી શૈક્ષણિક હેતુસર તેનું પૂન: નવિનીકરણ કરવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણય કર્યો છે 
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજકોટ મહાનગરમાં આ ઐતિહાસિક શાળાના PPP ધોરણે નવિનીકરણ કરી અદ્યતન બનાવવાનો નિર્ણય થયો આ શાળાઓ હાલ તેના જૂના માળખા-સ્ટ્રકચરમાં કાર્યરત છે અને સરકારી કુમાર શાળા તરીકે કરણસિંહજી હાઇસ્કૂલમાં ર૪૪ વિદ્યાર્થીઓ ધો- ૯ થી ૧ર માં અભ્યાસ કરે છે 
બાઇ સાહેબ બા ગર્લ્સ હાઇસ્કૂલમાં ધોરણ ૯ થી ૧રમાં ૩૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 
શ્રી કરણસિંહજી હાઇસ્કૂલના હાલના મકાનની ઐતિહાસિક ગરિમા જાળવીને તેનું નવિનીકરણ કરવામાં આવનાર છે 
 
 
મુખ્યમંત્રીશ્રીએ આ કેમ્પસમાં આવેલા વર્ષો પૂરાણા શ્રી બાલાજી હનુમાન મંદિરની જમીન પર પણ બગીચા, ગેટ વગેરે વિકાસ કામો માટેની સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લાગણીનો સાનૂકુળ પ્રતિસાદ આપી આ કામો માટે પણ અનૂમતિ આપી છે શ્રી કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબ બા હાઇસ્કૂલના PPP ધોરણે નવિનીકરણ થવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે અને મેદાન સહિતની સુવિધા પણ વધુ વ્યાપક બનશે. 
 
 
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, NHMના એમ.ડી. સુશ્રી રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા કલેકટર, મ્યુનિસીપલ કમિશનર તેમજ રાજકોટના અગ્રણીઓ શ્રી નીતિન ભારદ્વાજ, માધાંતાસિંહ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ જોડાયા હતા.