સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જૂન 2022 (23:10 IST)

Corona Update Gujarat - 24 કલાકમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા

corona testing
કોરોનાના વધતા કેસે ફરી એકવાર સરકારની ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. સતત 3 દિવસથી રાજ્યમાં 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા છે. જ્યારે 159 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.01 ટકા પર સ્થિર રહ્યો છે. હાલમાં 1261 એક્ટિવ કેસ છે.
 
રાજ્યમાં 1261 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 399ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 192 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1261 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને 1255 દર્દીઓની હાલત સ્થિર છે.
 
સતત 3 દિવસથી ગુજરાતમાં 200થી વધુ નવા કેસ
16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225 અને આજે 18 જૂને 234 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં. રાજ્યમાં હાલ 18 જિલ્લા અને 1 કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ શૂન્ય રહ્યા છે.