સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 એપ્રિલ 2020 (14:03 IST)

કોરોના વાઈરસથી વડોદરામાં પહેલું મોત, મૃતકનો પરિવાર કોરોના પોઝિટિવ

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 9 કેસ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગોધરાના 78 વર્ષના વૃદ્ધની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે.