શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified રવિવાર, 14 જૂન 2020 (09:20 IST)

કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માસ્કનો ઉપયોગ ફરજિયાત

રાજ્ય માં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું અને માસ્ક નો ઉપયોગ  રાજ્ય સરકારે ફરજિયાત બનાવેલો છે.
માસ્ક ના પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની  સત્તા હવે થી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર ને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડા ને  તેમના હકુમત હેઠળ ના વિસ્તારોમાં  સોંપવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગે આ અંગેનું  વિધિવત જાહેરનામું  પણ જારી કર્યું છે