શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જૂન 2020 (16:46 IST)

કાલુપુર રેલવે સ્ટેશન ઉપર મળશે માસ્ક અને સેનિટાઈઝર, મશીન મુકાયું

કોરોના કહેર વચ્ચે પ્રવાસીઓ માટે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓને માસ્ક અને સેનિટાઈઝર મળી રહે તે માટે ઓટોમેટિક વેંડિંગ મશીન મુકવામાં આવ્યું છે. જેમથી પ્રવાસી 10 થી લઈ 100 રૂપિયા સુધીનું માસ્ક મેળવી શકશે. સાથે 50 થી લઈ 150 રૂપિયા સુધીની સેનિટાઈઝર બોટલ મેળવી શકશે. ઓટોમેટિક વેંડિંગ મશીન વિશેષતાએ છે કે માસ્ક અથવા તો સેનિટાઈઝર ખરીદવા માટે કેશ પેમેન્ટ અથવા તો ઇ પેમેન્ટ કરી શકશે. મશીનની અંદર માસ્ક અને સેનિટાઈઝર નંબર આપવામાં આવ્યા છે. સાથે કિંમત પણ આપવામાં આવી છે. પ્રવાસીએ નંબર સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર બાદ મશીન ડિસ્પ્લે પર માસ્ક કે સેનિટાઈઝરના જે નંબર સિલેક્ટ કર્યો છે તેની કિંમત બતાવશે. ત્યાર બાદ કિંમત જેટલી છે તે એન્ટર કરશે એટલે માસ્ક અથવા સેનિટાઈઝર બોટલ બહાર આવી જશે. મહત્વનું છે કે પ્રવાસીએ માત્ર નંબર સિલેક્ટ કરવાનો રહશે.મશીનને ટચ કરવાનું નથી. કંપની દ્વારા એક કર્મચારી અપોઇન્ટ કરવામાં આવ્યા છે. જે આખી પ્રક્રિયા છે પૂર્ણ કરીને માસ્ક અથવા સેનિટાઈઝર આપશે. જોકે આ મશીનના કારણે લોકોને રેલવે સ્ટેશન પરથી માસ્ક અથવા સેનિટાઈઝર મેંળવી શકશે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની અવર જવર આખો દિવસ રહે છે. પરંતુ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે પ્રવાસીઓએ માસ્ક પહેરીને પ્રવાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે જે લોકો માસ્ક વગર રેલવે સ્ટેશન પર આવી રહ્યા છે. તે લોકોને રેલવે સ્ટેશન પરથી માસ્ક મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.