મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (14:51 IST)

ડૉક્ટરોને ચિંતા પેઠીઃ જો આમ ચાલ્યું તો, સિવિલ હોસ્પિટલ ભરાઇ જશે

Covid 19
એક તરફ, મ્યુનિ.કોર્પોરેશન-રાજ્ય આરોગ્ય વિભાગ કોરોનાને કાબૂમાં લેવા આૃથાગ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ, અમદાવાદીઓ હજુય કોરોનાને હળવાશથી લઇ રહ્યાં છે. નિષ્ણાત તબીબોએ એવી ચિંતા વ્યક્ત કરી છેકે, આવી ગંભીર પરિસિૃથતીમાં ય શહેરીજનો માસ્ક પહેરવાનુ ટાળી રહ્યાં છે. અમદાવાદીઓને આ બેદરકારી ભારે પડી શકે છે કેમ કે, છેલ્લાં એકાદ અઠવાડિયાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જો આમ જ ચાલ્યુ તો પછી ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ભરાઇ જશે.  અમદાવાદ શહેરમાં કોરોના પર માંડ કાબૂ મેળવાયો છે ત્યાં ફરી એકવાર શહેરીજનોને એવુ સમજી રહ્યાં છેકે, હવે કોરોના સમાપ્ત થયો છે પણ એવુ નથી. ચાલુ  સપ્ટેમ્બર માસમાં શહેરમાં ફરી કોરોનાનુ જોર વધ્યુ છે. છેલ્લાં એકાદ અઠવાડિયાથી કેસો વધી રહ્યાં છે. અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીનું કહેવુ છેકે,અત્યારે રોજ 45 દર્દીઓ ગંભીર અવસૃથામાં હોસ્પિટલમાં આવી રહ્યાં છે જેમને વેન્ટિલેટરની જરૂરિયાત હોય છે. એટલું જ નહીં, કોરોનાની ઓપીડીમાં ય દર્દીઓની સંખ્યા વધી છે. ઓપીડીમાં રોજ 140થી વધુ દર્દીઓ આવી રહ્યાં છે. અત્યારે સિવિલમાં કોરોનાના 354 દર્દીઓ સારવાર હેઠળ છે. એવુ કહી શકાય છેકે,અમદાવાદમાં ફરી ચિંતાજનક સિૃથતીનુ નિર્માણ થઇ રહ્યુ છે. જો આવુ જ ચાલ્યુ  તો,અમદાવાદમાં જુલાઇ મહિના જેવી સિૃથતી થવાની દહેશત છે.ફરી આખી સિવિલ ભરાઇ જશે. અમદાવાદમાં કોરોનાનુ સંક્રમણ ઓછુ થયુ હોવાની માનીને માસ્ક પહેરવાનુ ટાળી રહ્યાં છે. ચાની કિટલી હોય કે,પાનના ગલ્લા પર ભીડ વચ્ચે ઉભા રહેતા ય ડર અનુભવતાં નથી. આવી બેદરકારી જ કોરોનાને નોતરૂ આપી રહી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશનના પ્રેમુખ ડો.ભરત ગઢવીનુ કહેવુ છેકે, હજુ લોકો માસ્ક પહેરવુ અનિવાર્ય સમજતા જ નથી જેના કારણે કેસો વધી રહ્યાં છે. આજે અમદાવાદ શહેરની 55 ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા બેડ ભરાયેલાં છે. આઇસીયુ ફુલ છે. આ પરથી ખબર પડી શકે કે,કોરોનાની સિૃથતી કેવી છે.જો અમદાવાદીઓ સાવચેતી નહી રાખે તો,આગામી દિવસોમાં વધુ ગંભીર સિૃથતીનુ નિર્માણ થશે. સુરત જેવી હાલત થશે.આજે કોરોનાનું સંક્રમણ એટલી હદે વધ્યુ છેકે, માસ્ક વિના ઘર ની બહાર નીકળવુ જોખમી બન્યુ છે. ડોક્ટરોએ લાલબત્તી ધરી છેકે, અમદાવાદમાં શરૂઆતમાં કોરોનાની જેવી સિૃથતી હતી તેનુ પુનરાવર્તન થાય તો નવાઇ નહી.