ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 એપ્રિલ 2020 (14:12 IST)

આગામી 4-5 દિવસ ગુજરાત માટે કસોટીભર્યા, કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા, 7ના મોત

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ગુજરાતને પણ બાનમાં લીધુ છે. ગત 19 માર્ચના રોજ ગુજરાતમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો ત્યારબાદ ગુજરાતમાં કૂદકેને ભૂસકે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના 87 પોઝિટિવ કેસ છે. તો સાત દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે કોરોના વાયરસમાં એક પણ પોઝિટિવ કેસ આપણે ત્યાં નથી આવ્યો. વડોદરામાં આજે સવારે 52 વર્ષના એક પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. 
 
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતુ કે નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન છે જેનો રાજ્યમાં સરસ રીતે અમલ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો પણ સ્વયં સંયમ રાખીને ચુસ્ત અમલ કરે એ જરૂરી છે. એ આપણા સૌની જવાબદારી અને સૌની ફરજ છે, તો જ સંક્રમણની સાંકળને આપણે આગળ વધતી અટકાવી શકીશું.
 
હાલ 17666 હોમ ક્વોરેન્ટાઈનમાં, સરકારી 904 કુલ 18000 થી વધુ કોરોટાઈનમા છે. કુલ ટેસ્ટ 1789 કરાયા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. 71 દર્દી સ્ટેબલ છે. 2 લોકો વેન્ટીલેટર ઉપર છે. આગામી 4-5 દિવસ ખુબ મુશ્કેલીભર્યા અને કસોટીભર્યા છે. 
 
જે લોકો મુસાફરી કરી ને આવ્યા હોય અથવા તાવ જેવા લક્ષણો દેખાતા હોય. જે પોઝિટિવ વ્યક્તિ છે તેમના સંપર્કમાં આવ્યા હોય. તેવા લોકો મેડિકલ ચેકઅપ કરાવી લે. 104 અથવા તો 108 કરીને તુંરત જ સારવાર લે અને રિપોર્ટ કરાવે . વડોદરામાં વહેલી સવારે એક કોરોનાના દર્દીનું મોત થયુ હતુ. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.