સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (18:58 IST)

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ Live -વિવિધ ગ્રામપંચાયતોમાં સરપંચપદે મનગમતા ઉમેદવાર વિજેતા થતાં સમર્થકો અને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો.

રવિવારે યોજાયેલી ગુજરાતની 8684 ગ્રામપંચાયત ચૂંટણી બાદ આજે પરિણામનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણીમાં વાતાવરણ ખુશીનુ પણ છે તો ક્યાક નિરાશાનુ પણ છે. નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદના ઉમેદવાર વાસુદેવ વસાવા 10 મતથી પરાજિત થયા છે. પતિ પરાજિત થતાં પત્ની આઘાતમાં સરી પડી હતી અને બેભાન થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
 
-  વડોદરાના પાદરાના ગયાપુરા ગામમાં સરપંચ તરીકે કમલેશભાઈ પટેલનો વિજય
ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર
-  વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં જશ્નનો માહોલ,કલોલના ગણપતપુરામાં સરપંચના ઉમેદવાર વચ્ચે ટાઈ પડી
-  નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતીષભાઈ વસાવા 9 મતથી વિજેતા
-  પાટણના ગજા ગામમાં નાનાભાઈએ પિતરાઈ મોટાભાઈને 71 મતે -   ભાવનગર જિલ્લાના ભાલનાં રાજગઢ ગામે બાબુભાઈ ગોવિંદભાઇ પનારા સરપંચ પદે વિજેતા
-  ભાવનગરના ભોજપરા ગામના સરપંચ પદે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા
-  ગાંધીનગરના રતનપુર ગામના સરપંચ પદે વીરેન્દ્ર સિંહ બિહોલાનો 458 મતથી વિજય
-   દાહોદના દે.બારીયાના નાળાતોડમાં ભુપેન્દ્રસિંહ અમર શીહ રાઠવાનો વિજય
-   અરવલ્લી જિલ્લાના મોડાસાના માલપુરના ટુણાદરમાં યોગીનીબેન અને સઋરપુરમાં કોદીબેન બામણીયાનો વિજય
-   પાટણના શંખેશ્વરના રુનીમાં દિનેશ મકવાણા, ચાણસ્માના ગલોલી વાસણામાં દિવાબેનની જીત, રાધનપુરના ધોરકડામાં હિનાબેન આહીરનો વિજય
-   ધ્રાંગધ્રાના સજ્જનપુરમાં લાલજી પટેલનો વિજય - વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં જશ્નનો માહોલ, ગ્રામપંચાયતની ચૂંટણીનાં પરિણામો પર ભાજપ-કૉંગ્રેસની નજર
-  નખત્રાણાની ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી ધીમી ગતિએ ચાલતી હોવાથી ભારે ઉત્કંઠા. એક રાઉન્ડને 3 કલાક જેટલો સમય લાગતા રાત્રે 1 વાગ્યા સુધી ગણતરી ચાલવાની સંભાવના
-  નખત્રાણાના ચાવડકામાં પાયણ મોહન દાનાની જીત
-કરજણના સંભોઈમાં શૈલેષ પઢીયારની જીત
-  જામનગર તાલુકાના ખારાવેઢા ગામના સરપંચ પદે રંજનબેન કેશવજીભાઇ બોરીચાનો 26 મતે વિજય
- સિદ્ધપુરના કાલેડામાં ચંપાબેન દેસાઈની જીત
 
-  કઠલાલના સંદેશરમાં લક્ષ્મણસિંહ પરમારની જીત
- કડાણાના મોટા ધરોળામાં જયદીપ પટેલિયાની જીત
- વાંકાનેરના રંગપરમાં ભરત મકવાણાની જીત
- રાધનપુરના સુરકામાં ભાનુજી ઠાકોરની જીત
- માલપુરના માલજીના પહડિયામાં સંગીતાબેન પટેલની જીત
- મહેસાણા મત ગણતરી કેન્દ્ર માં લાઈટ ગુલ
- જિલ્લા સંઘ ખાતે મત ગણતરી શરુ 
ચાલુ મત ગણતરી એ લાઈટો ગુલ થતા ગણતરી અટકી
-   વીજ કંપનીને લાઈટ માટે જાણ કરાઈ

06:58 PM, 21st Dec
દાહોદના કેશરપુરમાં મતગણતરી બાદ તોડફોડ
 
વિજેતા ઉમેદવારના ઘરે ચૂંટણી અદાવતમાં તોડફોડ કરાઇ છે. હારેલા ઉમેદવારે સમર્થકો સાથે હુમલો કર્યો હતો. 3 બાઈક, ડી.જેના વાહન સહિત 5 વાહનોમાં તોડફોડ કરી છે. પોલીસે ઘટનાસ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથધરી છે.
 
મતગણતરી દરમિયાન દાહોદના લીમખેડામાં પોલીસની કાર્યવાહી 
 
મતગણતરી દરમિયાન દાહોદના લીમખેડામાં પોલીસે કાર્યવાહી કરી છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા પોલીસે લાઠીચાર્જ કર્યો છે. પોલીસે લાઠીચાર્જ કરતા મતગણતરી સેન્ટર નજીક દોડધામ મચી છે. મહિલાઓ સહિત અનેક લોકો સેન્ટર નજીક એકઠા થયા હતા.
 
ઝઘડિયા તાલુકાના મતગણતરી કેન્દ્રમાં સાપ નીકળતા દોડધામ મચી ગઈ હતી. મત ગણતરી પ્રક્રિયા 5 મીનટ થોભાવી પડી. બાદમાં સાપને પકડી સુરક્ષિત જગ્યા પર છોડી મુકાયો હતો. 

06:52 PM, 21st Dec
-  પાટડીમાં મતદાન મથકની બહાર સમર્થકોની ભીડના કારણે 108 એમ્બ્યુલન્સ ફસાઈ
- પાટણના રાધનપુરના મસાલી ગામે સરપંચપદે પરમાબેનનો 77 મતે વિજય
-પાટણના રાધનપુરના કોલાપુરા ગામના સરપંચપદે ક્રિષ્નાબેન રબારીનો 66 મતે વિજય

02:16 PM, 21st Dec
 
- દાહોદના સીંગવડ તાલુકાના પિસોઈ ગામે હારેલા ઉમેદવારના સમર્થકોએ વિજેતા ઉમેદવારના સમર્થકો પર પથ્થરમારો કર્યો, એક વ્યકિત ઘાયલ
- પાટણના રાધનપુરના મસાલી ગામે સરપંચ પદે પરમાબેનનો 77 મતે વિજય
- પાટણના રાધનપુરના કોલાપુરા ગામના સરપંચ પદે ક્રિષ્નાબેન રબારીનો 66 મતે વિજય
- ટણના સાંતલપુરના ઝેકડા ગામે સરપંચ પદે હસુભાઈ ભંડારીનો 16 મતે વિજય
- પાટણના સાંતલપુરના દૈસર ગામમાં સરપંચ પદે ઈશ્વરભાઈ દેસાઈનો 8 મતે વિજય
-  પતિનો પરાજય થતાં પત્ની બેભાન, નર્મદાના ચિત્રાવાડીના સરપંચ પદે વાસુદેવ વસાવા 10 મતે હાર્યા

01:03 PM, 21st Dec
-  ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય
- મોરબી જિલ્લાના હળવદના મયાપુર ગામના વિજેતા સરપંચ નથુભાઈ જગજીવનભાઈ કણઝરીયા
-પાટણના ગજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નાનાભાઈ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા
- અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા
-  પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટ વિજયી થયા. છેલ્લા 45 વર્ષથી જીતતા આવે છે.
-   ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશ ન આપતાં હોબાળો થયો
-   મતપેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગીરી શરૂ
-  જિલ્લા સંઘ ખાતે મત ગણતરી શરુ 
ચાલુ મત ગણતરી એ લાઈટો ગુલ થતા ગણતરી અટકી
ૢ  વીજ કંપનીને લાઈટ માટે જાણ કરાઈ