સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (11:44 IST)

અમદાવાદમાં ગુનાખોરી , 2 વર્ષમાં ૧૮૮ ખૂન,૫૬૬૯ ચોરી,૩૮૦ લૂંટ, ૭૮૧ અપહરણના કિસ્સા

ગુજરાતમાં અન્ય શહેરો કરતાં અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. ખુદ ગૃહવિભાગના આંકડાએ જ અમદાવાદની કાયદા વ્યવસ્થાની પરિસ્થિતીને ઉજાગર કરીછે. ચોંકાવનારી વાત એછેકે, રાજ્યમાં બળાત્કાર,છેડતી અને મહિલા અત્યાચારના સૌથી વધુ ગુના અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાત વિધાનસભામાં ગૃહવિભાગે રજૂ આંકડા અનુસાર, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ચોરીના ૫૬૬૯ કિસ્સા નોંધાયા છે. ૩૮૦ લૂંટ,૨૫ ધાડના ગુના નોંધાયા છે.

શહેરમાં જાણે મહિલાઓ સલામત ન હોય તેમ ૨૬૩ બળાત્કારના કિસ્સા બન્યાં છે. આ ઉપરાંત ૧૮૮ ખૂન થયાં છે. ૨૩૬ અપહરણ થયાના ગુના નોંધાયા છે. ૪૬૮ મહિલા અત્યાચારના ગુના પણ પોલીસ ચોપડે નોંધાયા છે. ૩૫૩ મહિલાઓએ છેડતી થયાની ફરિયાદો નોંધાવી છે. ૪૮૩ મહિલાઓએ ચેઇન સ્નેચિંગ કર્યા પણ ફરિયાદો પોલીસને કરી છે. અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદમાં ચોરી,ચેઇન સ્નેચીંગ,છેડતી,બળાત્કાર,ખૂનના ગુના વધુ નોંધાયા છે. ટૂંકમાં,અમદાવાદમાં ગુનેગારોને જાણે મોકળુ મેદાન મળ્યુ છે.પોલીસ સામે પડકાર ફેંકાયો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૧૯૩૭ બળાત્કારના ગુના નોંધાયા છ જયારે ખૂનના ૨૧૧૩ કિસ્સા નોંધાયા છે.ચોરીના ૨૬,૮૦૩ ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. બે વર્ષમાં ૫૯૫૩ જણાંનુ અપહરણ થયુ હતુ.આમ, ગુજરાતમાં પોલીસ ગુનેગારોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે.