શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (12:34 IST)

ભગવાને મારા માટે દુનિયામાં કોઇ જગ્યા બનાવી નથી, Love you, sorry, બહેનના નામે ચિઠ્ઠી લખીને બેંકકર્મી ગાયબ

સુરતમાં બેંકની એક મહિલા કર્મચારી ગુમ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરેથી અચાનક જતાં પહેલાં યુવતીએ પોતાની બહેનના નામે એક પત્ર લખ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે 'ભગવાને મારા મારે દુનિયામાં કોઇ જગ્યા બનાવી નથી, એટલા માટે હું દુનિયા છોડીને જાવ છું. યુવતીની શોધમાં પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. 
 
મૂળ ઝારખંદની રહેવાની રજની નાની બહેન સાથે સુરત શહેરના અડાજણમાં રહે છે. બંને બહેનો રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરી કરે છે. ગુરૂવારે સવારે થોડા અંતરે બંને બહેનો ઘરે જવા નિકળી હતી. પરંતુ રજની બેંક પહોંચી જ નહી. રાનીએ તેને ફોન કર્યો તો મોબાઇલ સ્વીચ ઓફ હતો. ત્યારબાદ રાની ગભરાતાં રજનીની શોધમાં બપોરે જ ઘરે જ ઘરે પહોંચી ગઇ, પરંતુ રજની ઘરે ન હતી. આ દરમિયાન તેને ઘરેથી રજનીના હાથે લખેલી એક ચિઠ્ઠી મળી. 
 
હિંદી ભાષામાં લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું. મને શોધવાનો પ્રયત્ન કરશો નહી. ભગવાને મારા માટે દુનિયામાં કોઇ જગ્યા બનાવી નથી. એટલા માટે હું દુનિયા છોડીને જઇ રહી છું. રાની મને તારાથી કોઇ પ્રોબ્લમ નથી. Love you, sorry। આ ચિઠ્ઠી મળતાં જ રાની સીધી પોલીસ સ્ટેશન પહોંચી અને રજની ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસની ટીમ રજનીની શોધ કરી રહી છે. ઝારખંડ પોલીસ પણ રજનીને શોધી રહી છે. 
 
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રજનીકુમારની ગત માર્ચ 2020માં સગાઈ થઈ હતી. પણ કોઈ કારણોસર તેની સગાઈ તૂટી હતી. જેથી તે સતત તણાવમાં રહેતી હતી. આ કારણે તેને ઘર છોડ્યું હોય તેવું લાગે છે. જોકે, પોલીસ દ્વારા હાલ રજનીની શોધખોળ શરૂ કરાઈ છે. તેનો પરિવાર પણ ઝારખંડથી સુરત આવવા રવાના થયો છે.