શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (11:59 IST)

જાણો કેમ એક પિતાને તેની પુત્રીનું અપહરણ કરવું પડ્યું?

સુરતના નાગરીક દેવાંગ પરેશ શાહને, નમ્રતા ઉપાધ્યાય નામની યુવતી સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરિવારને લગ્ન માટે આ યુવક અને યુવતી દ્વારા ગણી વકત વાત કરવામાં આવી હતી, પરંતુ બંનેના પરિવાર લગ્ન માટે ત્યાર ન હતા. આખરે બંન્નેએ નમ્રતાના માતા-પિતાની મરજી વિરૃધ્ધ ગોપીપુરા ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં લગ્ન કરી લીધા હતા, અને એસએમસીમાં લગ્ન નોંધણી પણ કરાવી હતી. આ લગ્નની જાણકારી યુવતીના પરિવારને થતા તેમણે યુવતીને પાલનપુર ખાતે રહેતા મામાને ત્યાં મોકલી આપ હતી. આ બાબતની જાણ મળતા પ્રેમી દેવાંગ તેના મિત્ર સાથે પાલનપુર ખાતે પહોચ્યો હતો અને યુવતીને ત્યાંથી ભગાડીને વાયા અંબાજી થઇ સુરત લઈને આવી ગયો હતો. સુરત આવ્યા બાદ નમ્રતાએ પોતે પોતાની મરજીથી દેવાંગ સાથે લગ્ન કર્યા હોવાનો લઈને તેની સાથે રહેવા લાગી હતી. અને પરિવાર હેરાન ન કરે તે માટે તેમણે અડાજણ પોલીસ મથકમાં અરજી કરી હતી.થોડા સમય બાદ યુવતીના પિતાએ યુવકના અન્ય સંબંધી સાથે મળી લગ્ન માટે સમાધાન કરવાનું કહીને બંનેના લગ્ન ધામધૂમથી કરી આપવાનું કહીને સમાધાન કર્યું હતું. ગતરોજ આ દંપતીને જહાંગીરપુરા આશારામ આશ્રમ પાસે યુવતીના પિતાએ બોલાવ્યા હતા અને અર્ટીગા કારમાં નમ્રતાનું અપહરણ કરી ભાગી ગયા હતા. પોતાની સામે જ પતિ દેવાંગે પત્ની નમ્રતાનું અપહરણ થતા, ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયો હતો અને સસરા, તથા તેના સંબંધી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતી નમ્રતાની તપાસ શરુ કરી છે.