શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (13:51 IST)

નવમા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીને કરી બ્લેકમેલ, છેતરીને કરાવ્યો ગર્ભપાત, અને પછી....

ડાંગ જિલ્લાના આહવા વિસ્તારમાં એક રાજકીય નેતાના પુત્રએ નવમા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીને લગ્નનું વચન આપીને તેને ગર્ભવતી બનાવી દીધો અને પછી તેને છોડી દીધી. એટલું જ નહી આ દરમિયાન તેણે કિશોરીનો ગર્ભપાત પણ કરાવી દીધો. કિશોરી અને તેની માતાએ રાજકીય પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. 
 
મળતી માહિતી અનુસાર કિશોરીનો પરિચય રાજકીય નેતાના પુત્ર સાથે 2 વર્ષ પહેલાં એક લગ્નમાં થયો હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો જ્યારે તે સ્કૂલમાં જતી હતી. ત્યારે યુવક તેની પાસે આવતો અને તેને પ્રેમ કરે છે એવી મીઠી મીઠી વાતો કરતો હતો તથા લગ્નની લાલચ પણ આપતો હતો. યુવકની વાતોમાં આવીને કિશોરીએ તેના પર વિશ્વાસ કરી લીધો. જ્યારે તે સુરતમાં નર્સિંગનો કોર્સ કરવા જતી હતી જ્યારે પણ યુવક તેને મળવા માટે આવતો હતો. કિશોરી જ્યારે પોતાના ઘરે આવતી હતી ત્યારે તે તેને લેવા આવતો હતો. 
 
એક દિવસ કિશોરીને સુરત આવતી વખતે કારમાં લઇને આવ્યો હતો. રસ્તામાં તેની ગાડી બગડી ગઇ છે એમ કહીને ગેસ્ટ હાઉસમાં રોકાવવા માટે કહ્યું. કિશોરીએ ગેસ્ટ હાઉસમાં રોકાવવાની ના પાડી પરંતુ યુવક તેને લલચાવી ફોસલાવી ગેસ્ટ હાઉસમાં રોકી કોઇ નશીલો પદાર્થ પીવડાવી દીધો અને નિવસ્ત્ર કરી તેના ફોટા પાડી દીધા. ત્યારબાદ યુવક તેને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. ત્યારબાદ તે વારંવાર કિશોરી સાથે દુષ્કર્મ આચરતો હતો. જેથી તે ગર્ભવતી થઇ ગઇ.
 
ત્યારબાદ રાજકીય નેતાના પુત્રએ તેને દવા પીવડાવીને ગર્ભપાત કરાવી દીધો. જ્યારે આ અંગે કિશોરીને ખબર પડી તો તેણે માતાને જાણ કરી. જેથી કિશોરીની માતા યુવકના ઘરે ફરિયાદ કરવા ગઇ તો તેમણે લાફો પણ ઝીંકી દીધો. અંતે કિશોરીએ પોલીસની મદદ લીધી અને યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.