શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (13:09 IST)

પાક વીમામાં ખાનગી કંપનીઓને બે વર્ષમાં ₹ ૩૨૭૯ કરોડ જેટલી રકમનો ચોખ્ખો નફો થયો

વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં રવી અને ખરીફ સિઝનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૫૬૦૦ કરોડ કરતાં વધારે રકમ સરકારી તિજોરીમાંથી વીમા પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવી અને રૂ. ૭૯૯ કરોડ કરતાં વધારે રકમ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવી. આમ કુલ રૂ. ૬૪૦૦ કરોડ જેટલી રકમ વીમા પ્રીમિયમ પેટે વીમા કંપનીઓને ચૂકવવામાં આવી. આ જ સમયગાળા દરમિયાન વીમા કંપનીઓ દ્વારા રૂ. ૩૧૧૯ કરોડની રકમ પરત ચૂકવવામાં આવી છે. એટલે ખાનગી વીમા કંપનીઓ આ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ જેટલી રકમનો ચોખ્ખો નફો લઈ ગઈ છે એવું ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં ધાનાણીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં કહેવત છે કે, ઘી ખીચડીમાં જ રહેવું જોઈએ, કાઠા ન ચૂસી જાય. ભાજપ સરકારની જે પાક વીમા નીતિ છે તેના કારણે સરકારને પણ નુકસાન થાય છે, ખેડૂતોને હકનો પાક વીમો મળતો નથી અને ખાનગી કંપનીઓ સરકારી તિજોરી લૂંટી જાય છે.

અગાઉ આ એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની ભારત સરકાર-રાજ્ય સરકારની ભાગીદારીવાળી હતી એ ઘી ખીચડીમાં જ રહેતું હતું. જ્યારે સારું વર્ષ હોય ત્યારે સરકારી કંપની કમાય અને નબળું વર્ષ હોય ત્યારે એમાંથી પાછું ખેડૂતોના ઘરમાં જતું હતું. ત્યારે ખાનગી વીમા કંપનીઓને આ ક્ષેત્રમાં પ્રવેશ આપવાના કારણો શું છે?