શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (18:47 IST)

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંક્ષિપ્ત પરિચય :

નામ :આચાર્ય દેવવ્રત
પિતાનું નામ : લહરી સિંહ
જન્મ : ૧૮ જાન્યુઆરી, ૧૯૫૯
નિવાસ સ્થાન : ગુરુકુળ કુરૂક્ષેત્ર, કુરુક્ષેત્ર યુનિવર્સિટીના ત્રીજા પ્રવેશદ્વાર નજીક, કૈથલ રોડ, કુરૂક્ષેત્ર – (હરિયાણા) – ૧૩૬ ૧૧૯.
શિક્ષણ : સ્નાતક, અનુસ્નાતક (હિન્દી, ઇતિહાસ) બી. એડ., યોગ વિજ્ઞાનમાં ડિપ્લોમા, ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યોગિક સાયન્સ 
કાર્યાનુભવ : શિક્ષણ અને વહીવટી ક્ષેત્રનો ૩૪ વર્ષનો અનુભવ 
રસના ક્ષેત્રો : રાષ્ટ્રવાદી ચિંતન અને ભારતીય સંસ્કૃતિને જનમાનસ સુધી પહોંચાડવા 
 
વૈદિક મૂલ્યો પર વ્યાખ્યાન 
અખબારો અને સામયિકો માટે લેખ લખવા
યુવાઓને સામાજિક અને નૈતિક મૂલ્યોં પ્રતિ જાગૃત કરવા
યોગ અને વૈદિક કાર્યોનું આયોજન 
ગૌ-વંશ નસલ સુધારણા અને જૈવિક કૃષિ માટે નિ:શુલ્ક શિબિરોનું આયોજન કરવું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાઓ – બેટી પઢાઓ અભિયાનથી પ્રભાવિત થઇને એપ્રિલ-૨૦૧૫માં અંબાલા ખાતે ચમન વાટિકા આંતરરાષ્ટ્રીય કન્યા ગુરૂકુળની સ્થાપના કરી 
આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા અને યોગનો પ્રચાર-પ્રસાર
વૃક્ષારોપણ અને યજ્ઞ ચિકિત્સા દ્વારા પ્રદૂષણ મુક્ત સમાજની રચના લેખન પ્રવૃત્તિ
 
વિશેષ કાર્ય: ગુરુકુળ કુરૂક્ષેત્રના આચાર્ય તરીકે વર્ષ ૧૯૮૧ થી જુલાઇ, ૨૦૧૫ સુધી કાર્યભાર સંભાળ્યો. આ સમય દરમિયાન ગુરૂકુળનો અદ્વિતીય ઉત્કર્ષ થયો. જેમાં ગુરૂકુળ પરિસરનું નવીનીકરણ, બધા ભવનોનું પુનનિર્માણ તેમજ ગુરૂકુળમાં અધ્યયન, અધ્યાપન અને રમત-ગમતની તમામ આધુનિક સુવિધાઓ ઉભી કરવી, પ્રાકૃતિક ચિકિત્સાલયની સ્થાપના અને વિકાસ, આધુનિક ગૌ શાળાનો વિકાસ, ૧૭૫ એકર જમીનમાં જૈવિક ખેતીનો સફળ પ્રયોગ, આર્ય મહાવિદ્યાલયની સ્થાપના, શૂટીંગ રેન્જની સ્થાપના વગેરે કાર્યો સંપન્ન કર્યા. 
 
આઇ. આઇ. ટી., પી. એમ. ટી, એન.ડી.એ અકાદમીની સ્થાપના કરી. 
 
ભારતીય સંસ્કૃતી તેમજ વૈદિક મૂલ્યોના પ્રચાર માટે વિદેશ યાત્રા : સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, ઇટલી, વેટિકન સિટી, નેપાળ, ભૂતાન, સિંગાપુર, મોરેશિયસ, થાઇલેન્ડ તેમજ અમેરીકા જેવા દેશોમાં પ્રવાસ. 
સન્માન અને પુરસ્કાર : ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ સોસાયટી, નવી દિલ્હી દ્વારા તા. ૨૨ ઓગષ્ટ, ૨૦૦૩ના રોજ આયોજીત કાર્યક્રમમાં તામિલનાડૂના રાજ્યપાલશ્રી ભીષ્મ નારાયણ સિંહ દ્વારા “ભારત જ્યોતિ” એવોર્ડ, “સર્ટિફિકેટ ઓફ એક્સ્લન્સ” એવોર્ડ તેમજ “શ્રીમતી સરલા ચોપડા” એવોર્ડથી સન્માનિત 
- અમેરિકન બાયો ગ્રાફિકલ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ૨૧ ઓગષ્ટ, ૨૦૦૨ના રોજ “અમેરીકન મેડલ ઓફ ઓનર”થી સન્માનિત
- નવી દિલ્હી સ્થિત ગ્રામીણ ભારતની બિન સરકારી સંસ્થાઓના સંઘ – સી. એન. આર. આઇ. દ્વારા ૧૯ એપ્રિલ, ૨૦૦૫ના રોજ “સર્ટિફિકેટ ઓફ ઓનર ઇન સર્વિસ ઓફ રૂરલ ઇન્ડિયા” થી સન્માન કરાયું
- ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી પી. એન. ભગવતી દ્વારા વિશિષ્ટ સામાજિક સેવાઓ માટે વર્ષ ૨૦૦૯માં “જનહિત શિક્ષકશ્રી એવોર્ડ” એનાયત 
- ઋષિ પબ્લિક વેલફેર ટ્રસ્ટ, કુરૂક્ષેત્ર દ્વારા ૮ મે, ૨૦૦૭ના રોજ વિશેષ સામાજિક સેવાઓ માટે “સમાજ સેવા સન્માન” અર્પણ કરાયું
- હિમોત્કર્ષ સાહિત્ય, સંસ્કૃતિ અવં જન કલ્યાણ પરિષદ, ઉના દ્વારા ગુરુકૂળ સંસ્થાની પ્રગતિ માટે ૧૨ ફેબ્રૂઆરી, ૨૦૦૬ના રોજ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રો. પ્રેમકુમાર ધૂમલ દ્વારા હિમોત્કર્ષ રાષ્ટ્રીય એકાત્મકતા પુરસ્કારથી સન્માનિત કરાયું. 
- પરોપકારીણી સભા, અજમેર દ્વારા “આર્ય સંસ્થા વ્યવસ્થાપક સન્માન”થી સન્માનિત કરાયા
- પ્રાચીન અને નૈતિક મૂલ્યોના સંરક્ષણ માટે ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા “પ્રશસ્તિ પત્ર” એનાયત કરાયા
- હરિયાણાના અક્ષય ઉર્જા મંત્રીશ્રી હરમોહિન્દ્ર સિંહજી દ્વારા ૨૦ ઓગષ્ટ, ૨૦૧૧ના રોજ અક્ષય ઉર્જા સન્માન એનાયત થયું. 
- સાર્વદેશિક આર્યવીર દળ દ્વારા “વિશિષ્ટ સેવા સન્માન” 
- ઓગષ્ટ-૨૦૧૩માં ઓલ ઇન્ટેલેકચ્યુઅલ પરિસંઘ એવં શોધ કેન્દ્ર કુરૂક્ષેત્ર દ્વારા ‘ઇન્ટેલેકચ્યુઅલ પર્સનાલિટી- વિદ્વાન રત્નથી સન્માન
- પંજાબના રાજપુરા સ્થિત આર્ય સમાજ સંસ્થા દ્વારા યોગ અને પાકૃતિક ચિકિત્સાના પ્રોત્સાહન માટે શિબિર યોજવા સંદર્ભે પ્રશસ્તિ પત્ર 
- સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષયોને લોકપ્રિય બનાવવાના સતત પ્રયાસ માટે પ્રશસ્તિ પત્ર
- ડી. એ. વી. કોલેજ મેનેજીંગ કમીટી, નવી દિલ્હી દ્વારા વૈદિક મૂલ્યોના વિકાસ માટે ૩૦, એપ્રિલ, ૨૦૧૨ના રોજ “પ્રશસ્તિ પત્ર” થી સન્માન 
- આર્ય સમાજ, રાદૌર દ્વારા વૈદિક મૂલ્યોના વિકાસ માટે “પ્રશસ્તિ પત્ર” દ્વારા સન્માન 
- આર્ય કેન્દ્રીય સભા, કરનાલ દ્વારા સામાજિક સુધારણા ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન માટે તા. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૦ના રોજ “વિશિષ્ટ સન્માન”
- મૂડી ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન આઇ. એસ. ઓ. ૯૦૦૧ : ૨૦૦૮ દ્વારા ક્વોલિટી મેનેજમેન્ટ માટે ‘પ્રશસ્તિ પત્ર” થી સન્માન 
- કુરૂક્ષેત્રની રેડ્ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરના આયોજન માટે પ્રશસ્તિ પત્ર
- કુરૂક્ષેત્રમાં પૂર પીડિતોની સહાયતા માટે ડો. ભુક્કલ દ્વારા સન્માન