શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (10:38 IST)

લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટની શપથ સેરેમની યોજાઈ

કરશે આ સેવાકાર્યો
અમદાવાદઃ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ એ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા છે. આ સંસ્થા વિશ્વનાં 210 દેશોમાં ફેલાયેલ છે જે 14.50 લાખ મેમ્બરશિપ ધરાવે છે. આ વર્ષે ગુજરાત લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ 3232 B1 અને  B2ની નવા સભ્યોની શપથ સેરેમની 21 જુલાઈના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાઈ હતી. આ સેરેમનીમાં 2019-20ના ડિસ્ટ્રીકટ ગવર્નર તરીકે લા.દિપક ત્રિવેદી અને લા.મણીભાઈ પટેલ તેમજ તેમની ટીમને પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર લા.હરેન્દ્ર શુક્લ દ્વારા સપથ લેવડાવવામાં આવ્યા હતા. 
 
લાયન્સની આ ઈનસ્ટોલેશન સેરેમનીમાં પાસ્ટ ડિસ્ટ્રીકટ ગવર્નર લા. સુરેશભાઈ શાહ અને લા. ધર્મેશ સોનીએ ગેવલ પ્રેઝનટેશન કર્યું  હતું. આ સેરેમનીમાં ચિફ ગેસ્ટ તરીકે યુ.એસ.એના ઈન્ટરનેશનલ સેકન્ડ વાઈસ પ્રેસિડન્ટ બ્રિઆન .ઈ. સિહાન, ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઈન્ટરનેશનલ ડાયરેક્ટર કાઝી અકરમ ઉદ્દીન અહેમદ, પાસ્ટ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર અને ઈન્ટરનેશનલ થર્ડ વાઈસ પ્રેસિડન્ટ એન્ડોર્સી લા. પ્રવિણભાઈ છાજડ તેમજ કિ-નોટ સ્પીકર તરીકે સુહેલ શેઠ હાજર રહ્યા હતા.
 
 
2019-20માં ડિસ્ટ્રીકની આ સેવાકીય પ્રવૃતિઓ યોજાશે
 
1)  138 ક્લબો તેમના આશરે 11000 સભ્યો દ્વારા ડાયાબિટિસ રોગ માટે 3 વર્ષમાં 10 લાખ દર્દીઓને ફ્રી તપાસ કરાવવી મફત દવા અને રોગ નિયંત્રણ માટે સહાય કરવી.
 
2)  14 નવેમ્બર ડાયાબિટીસ ડે નિમિત્તે રેલી અને સેમિનારનું આયોજન કરવામાં આવશે.  
 
3)  1 લાખ વૃક્ષોનું રોપણ
 
4) ધૂમ્રપાન નિયંત્રણ માટે ચેકઅપ તથા જનજાગૃતિ સેમિનાર 
 
5)ચાઈલ્ડ કેન્સર જનજાગૃતિ માટે રેલી, સેમિનાર તથા કેમ્પનું આયોજન અને ચાઈલ્ડ કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક દવાઓનુ વિતરણ કરવામાં આવશે.
 
6)આંખના કેમ્પનું આયોજન કરી પ000થી વધુ મોતિયાના દર્દીને કર્ણાવત્તી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર કરાવવામાં આવશે 
 
7)ક્વેસ્ટ પ્રોગ્રામ અન્વયે ૨૫૦૦૦ બાળકોને આવરી લેવામાં આવશે.
 
8)કર્ણાવત્તી બલ્ડ બેંકના સહયોગ દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ૫૦૦૦ બલ્ડ યુનિટ એકત્ર કરશે.