1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (11:58 IST)

રિવરફ્રન્ટ પર સાઇકલિંગ કરવું બન્યું મોંઘું, 300 ટકાનો થયો વધારો

Ahmedabad Riverfront
સાબરમતી રિવરફ્રન્ટ પર સાઇકલિંગ માટે લોકો મોટી સંખ્યામાં આવે છે. તમે પણ આ મજા માણી હશે. પરંતુ હવે આ મજા મોંઘી બનશે. પરંતુ જો હવે તમે રિવરફ્રંટ પર સાયકલિંગ કરવા જશો તો તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. કારણ કે રિવરફ્રંટ પરના સાયકલિંગની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને સાઈકલિંગનો દર ચાર ગણો વધારવામાં આવ્યો છે.
 
સાબરમતી રિવરફ્રંટ સાઈકલિંગ કરવા માટે લોકપ્રિય સ્થળ બની ગયું છે. આ સાયકલિંગનું સંચાલન એક ખાનગી કંપની કરી રહી છે. અગાઉ આ ખાનગી કંપનીએ રિવરફ્રંટ પર સાયકલિંગ કરવા માટે પ્રતિ કલાક રૂ. 2નો ચાર્જ રાખ્યો હતો. જ્યારે હવે અચાનક સાયકલિંગના ચાર્જમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીએ સાયકલિંગનો ચાર્જ 2 રૂ. પ્રતિ 15 મીનિટ કરી દીધો છે. જેથી અગાઉ જે સાયકલિંગ કરવા માટે કલાકના 2 રૂ. ચાર્જ ભરવો પડતો હતો. તેની જગ્યાએ હવેથી કલાકના 8 રૂ. ચાર્જ ભરવો પડશે.
 
રિવરફ્રન્ટ વિસ્તારમાં શહેરના જે લોકો સાયકલ ચલાવવા માંગતા હોય એમને ભાડેથી સાયકલ આપવા માટે કોન્ટ્રાકટ આપવામા આવેલો છે. વિસ્તારમાં સાયકલ ચલાવવા માટે એક મહિના અગાઉ સાયકલ ચલાવવા માટે કોન્ટ્રાકટર દ્વારા જે ભાવ વસૂલવામા આવતો હતો તે ભાવમા હાલ કોન્ટ્રાકટર દ્વારા 300 ટકાનો વધારો કરવામા આવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે સાઈકલિંગ માટેના માસિક સબસ્ક્રિપ્શનના ચાર્જમાં વધારો કરવામાં આવ્યો નથી. 30 દિવસના સબસ્ક્રિપ્શનનો ચાર્જ અગાઉની જેમ 199 રૂ. જ રખાયો છે. રિવરફ્રંટ પર સાઈકલિંગના કરેલા ભાવવધારા અંગે કોર્પોરેશન સાથે MOU કરનાર કંપનીનું કહેવું છે કે હાલ આખા દેશમાં સાઈકલિંગનો સૌથી ઓછો દર અમે વસુલી રહ્યા છીએ. જ્યારે નાગરિકોનું કહેવું છે કે કોર્પોરેશન સાથે MOU કરનાર કંપનીએ કરેલો ભાવ વધારો યોગ્ય કહીં શકાય નહી