1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 મે 2021 (20:29 IST)

Cyclone Tauktae Live: ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન, વાવાઝોડાની અસરો દેખાવાની શરુ

દેશના દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી વાવાઝોતો તૌકતે (Tauktae) નુ સંકટ મંડરાય રહ્યુ છે. કેરલ, કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા પછી Cyclone Tauktae ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. અત્યાર સુધી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારમાં 8 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે કે અનેક ઝાડ પડી ગયા છે. સાથે જ ઘરોને પણ નુકશાન પહોચ્યુ છે. 
 
વાવાઝોડાની સંભાવનાથી ગુજરાતના દરિયાકિનારા વિસ્તારમાં આજે અને કાલે ભારે વરસાદ પડવાની શક્યતા છે. વિપદાથી નિપટવા માટે NDRFની 50 ટીમો ગોઠવવામાં આવ્યા છે.  ગુજરાતના કચ્છમાં વાવાઝોડાને કારણે કચ્છમાં તબાહીની આશંકાને જોતા વહીવટી તંત્ર એલર્ટ પર છે. સાથે જ દરિયાકિનરા વિસ્તારોને સુરક્ષિત સથાન પર શિફ્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના મુજબ ગુજરાતમાં વાવાઝોડુ પહોંચવા દરમિયાન 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી શકે છે 
 
હવામાન વિભાગ (IMD) મુજબ ચક્રવાતી વાવાઝોડુ 17 મે ની સાંજે કે 18 મે ની સાંજે ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે ચેતાવણી આપી છે કે વાવાઝોડુ 24 કલાકમાં વધુ ખતરનાક થઈ શકે છે. 18 મે ની સવાર સુધી વાવાઝોડુ તાઉ-તે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત કિનારાને પાર કરી શકે છે. 

 
ચક્રવાત તાઉ-તે આજે મુંબઇ પહોંચ્યુ છે. વાવાઝોડાના કારણે મુંબઇ, રાયગઢ, સિંધુદુર્ગ, પાલઘર અને થાણેમાં વેક્સિન આપવામાં આવશે નહીં. અહીં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું અહીં ધોધમાર વરસાદ પડવાની શક્યતા  વાવાઝોડાને કારણે મુંબઈ એયરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport)  કલાક માટે  બંધ કરવામાં આવ્યુ છે . વેસ્ટર્ન મુંબઈમાં NDRFની ત્રણ ટીમો અને પૂરથી સુરક્ષા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અહીં બપોરે 2 વાગ્યા સુધી એરપોર્ટ પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
 
ગોવામાં ઉડાન રદ્દ 
 
ગોવામાં પણ વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. જુદી જુદી દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે એક દુર્ઘટનામાં બાઈક સવાર પર વીજળી ત્રાટકતા વીજળીનો થાંભલો પડ્યો અને બીજી ઘટનામાં ઝાડ પડવાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે.  ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત મુજબ વાવાઝોડાથી 100 ઘર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે જ્યારે કે અન્ય ઘરને મામુલી નુકશના થયુ છે.  ગોવામાં વાવાઝોડાથી લગભગ 500 ઝાડ પડી જવાથી અનેક રસ્તાઓ બંધ થઈ  ગયા છે. 
 
કેરલમાં ભારે વરસાદ 
 
કેરલમાં વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. કેરલમાં આ ચક્રવાતને કારણે લોકોના મોત થઈ ગયા છે અલઝુપ્પામાં ભારે વરસાદને કારણે નીચેના વઇસ્તારોમા પાણી ભરાય ગયા છે. 

 
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આશરે 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ કાંઠેથી હજારો મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ડાયરેક્ટર જનરલ (ડીજી) મૃત્યુંજય મહાપત્રાએ જણાવ્યું છે કે રાજ્યના 17 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે

05:16 PM, 17th May
ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 01:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 154 કિ.મી. દૂર સ્થિત છે. 
 
''તાઉ-તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન  155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

05:07 PM, 17th May
વાવાઝોડાની અસરો દેખાવાની શરુ..... 
 
સુરેન્દ્રનગરના સાયલા-વઢવાણમાં 1 ઇંચ વરસાદ.....
 
સુરેન્દ્રનગર જીલ્લાના રણમાંથી 5 હજાર અગરીયાઓનું સ્થળાંતર, NDRF ની એક ટિમ પહોંચી....

05:07 PM, 17th May
ભરૂચમાં તાઉ'તે વવાઝોડાને લઈ મરીન પોલીસ એલર્ટ.....
 
જાગેશ્વર ખાતે પતરાના મકાનોમાંથી લોકોને કરાયું રેસ્ક્યુ.....
 
પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ.....
 
લોકોને સમજાવી પોલીસે નજીકના આશ્રય સ્થાને ખસેડયા....

12:23 PM, 17th May
વેરાવળ બંદર પર ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવાયું.....
 
ભાવનગરના ઘોઘા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું.....
 
પોરબંદર-મહુવા વચ્ચે આજે રાત્રિના 8 થી રાત્રિના 11 કલાક દરમિયાન વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના.....
 
જાફરાબાદ દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ.....

12:23 PM, 17th May
આજે રાત્રે ગુજરાતના દરિયા કિનારે હિટ થશે સાયક્લોન.....
 
રાત્રે 8-11 કલાકની વચ્ચે પોરબંદર અને મહુવાની વચ્ચે હીટ થસે.....
 
165 કીમી પ્રતી કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા...

12:11 PM, 17th May
ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે  મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક શરૂ...
 
રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા
 
બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય  સચિવ સુનયના તોમર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત.

11:59 AM, 17th May
અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તાઉ'તે'' જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે; તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.
 
આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી  આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. 
 
એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.