શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 16 મે 2021 (19:54 IST)

Cyclone Tauktae Updates- સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ

અરબીસમુદ્રમાં બનેલ દબાણના ક્ષેત્ર બનવાના કારણે ભારત પર એક વાર ફરીથી ચ્રક્રવાતી વાવાઝોડાનો ખતરો મંડરાઈ ગયો છે. ચક્રવાતી વાવાઝોડા તૌકતે મંગળવારની સાંજે તીવ્ર થશે અને ગુજરાતના 
તટીય અને કેંદ્ર શાસિત દેશ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીની તરફ વધતો ગયો. આ ચક્રવાતી વાવાઝોડા આ સમયે આવ્યો છે જ્યારે ભારત કોવિડ 10 મહામારીની બીજી લહેરથી ઝઝૂમી રહ્યો છે. 
 
વાયરસના કારણે દર રોજ લાખો લોકો સંક્રમિત થએ રહ્યા છે અને હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે. હવે ચક્રવાતી વાવાઝોડાએ પણ દેશની મુશ્કેલીઓ વધારી નાખી છે. પહેલાથી તૈયારી કરતા દેશમાં કેરળ, 
ગુજરાત સાથે દેશના પાંચ રાજ્યોમા બચાવ દળની  50 થી વધારે ટીમ હાજર કરાઈ છે. 
 
તીવ્રતાની સાથે આગળ વધતે ચક્રવાતી વાવાઝોડા Cyclone Tauktae
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ મુજબ આગામી છ કલાકમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં Cyclone Tauktae પરિવર્તિતત થવાની અને આગામી 12 કલાકમાં અતિ તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં 

વાવાઝોડા તૌકતેએ ગંભીર ચક્રવાતી વાવાઝોડુંમાં ફેરવાઈ ગયો છે અને તે ગુજરાત દરિયા કિનારા નજીક પહોંચી રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે તે દક્ષિણ પૂર્વ વેરાવળથી 700 કિલોમીટર દૂર છે. 17 મેના સાંજ સુધી ગુજરાતના દરિયા કિનારા નજીક પહોચવાની શક્યતા છે  અને 18 મેના વહેલી સવારે પોરબંદર અને મહુવા વચ્ચે રાજ્યના કિનારો પાર કરશે. આઈએમડીએ કહ્યુ કે તેણે ગુજરાત અને દમણ અને દીવ માટે યેલો અલર્ટ કરી દીધું છે.  

Cyclone Tauktae - 18 તારીખે સાંજે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ખસીને ગુજરાતના પોરબંદર અને નલિયા કાંઠેથી પસાર થવાની પ્રબળ સંભાવના

પરિવર્તિતત થવાની પ્રબળ શક્યતા છે. આ વાવાઝોડુ 18 મેના રોજ બપોર પછી/ સાંજે ઉત્તર-ઉત્તર- પશ્ચિમી દિશામાં આગળ વધીને ગુજરાતના (Gujarat) દરિયાકાંઠા વિસ્તારમાં પોરબંદર અને નલિયાની આસપાસમાંથી પસાર થવાની શક્યતા છે. ગુજરાતમાં 16 મેના રોજ બપોર પછી સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગે લક્ષ્યદીપ આઇલેન્ડ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડાની અસરને કારણે હળવા અને મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રેડ અને ઑરેંજ ચેતવણી વિવિધ ભાગોમાં જારી કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પાસે પાંચ રાજ્યોમાંથી 50 થી વધુ ટીમો છે - કેરળ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડ્યૂટી પર છે.


07:15 PM, 16th May
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લાની સાથે ગોવામાં વરસાદ અને તીવ્ર હવાઓથી પ્રભાવિત. હવાની ગતિ આશરે 60 થી 70 કિમી દર કલાકે થશે. ચક્રવાતી વાવાઝોડું ગોવાના સમુદ્રી કિનારાથી ટકરાવી 
ગયો છે. અહીં સમુદ્રમાંં ઉંચી મોજા ઉઠી રહી છે. ગોવા કાંઠે ઝડપી હવાઓની સાથે ધોધમાર વરસાદ પણ થઈ રહી છે. અહીં ઘણા ઝાડ પણ રોડ પર પડી ગયા છે. 
 
ઉત્તર ગુજરાતમાં 17-18મીએ વાવાઝોડા સાથે તોફાની વરસાદની શક્યતા. અરબીસમુદ્રમાં સર્જાયેલું તાૈકતે વાવાઝોડું ઉત્તર દિશા તરફ વધતાં તંત્ર એલર્ટ. જોટાણા, કડી અને બહુચરાજીમાં 52 થી 61 કિમી . ઝડપે પવન ફૂંકાવાની આગાહી. એલર્ટના પગલે ખેડૂતોને કાપણી કરેલો પાક સત્વરે સુરક્ષિત કરવા તેમજ નવી કાપણી ન કરવાની સાથે પશુઓને ખુલ્લામાં ન બાંધવાની સુચના અપાઇ. 
મહેસાણાના 3 તાલુકામાં માઠી અસર થઇ શકે છે
 હવામાન વિભાગની હાલની આગાહી પ્રમાણે વાવાઝોડાના 5 મા ઝોનમાં મહેસાણાના 3 અને પાટણના 4 તાલુકા
 મહેસાણાના જોટાણા, કડી અને બહુચરાજી પંથક તેમજ પાટણ જિલ્લાના 
સાંતલપુર, સમી, રાધનપુર અને હારિજ પંથકમાં પ્રતિ કલાકે 52 થી 61 કિલોમીટર ઝડપે વાવાઝોડું ફૂંકાવાની આગાહી
 


07:07 PM, 16th May
ચક્રવાતી વાવાઝોડું તૌકતેના કારણે દક્ષિણી રાજસ્થાનના જોધપુર, ઉદયપુર, અજમેર અને કોટા સંભાગના જિલ્લામાં આંધી અને વરસાદની ગતિવિધીઓમાં વધારો થશે. આ સમયે 40-50 કિલોમીટર દર કલાકેની તીવ્રતાથી હવાઓ ચાલશે. 

02:28 PM, 16th May

ગોવાના પણજીથી વાવાઝોડાની કેટલીક ફોટા અને વીડિયો સામે આવી છે. ચક્રવાતી તૌકતે વાવાઝોડું હાલ ગોવા-પણજીથી 170 કિલોમીટર દુર છે.  ગોવામાં ભારે પવન સાથે વરસાદ શરૂ. મુંબઇથી 520 કિલોમીટર દુર વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી 18મી મેની વહેલી સવારે પસાર થાય તેવી સંભાવના. 
 

02:25 PM, 16th May
સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર
Ndrf ની 44 ટુકડી નું આગમન
વાવાઝોડું નાસંદર્ભમાં 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ
૧૫૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં આવે તેવી શક્યતા
રાજ્યની ૧૩૦૦ હોસ્પિટલમાં ડિજિ સેટ વસાવવા આદેશ
દરેક સામાજિક સંસ્થાની સેવા માટે આગળ આવવા અપીલ
નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત સાથે સતત સંપર્કમાં
સોમ અને મંગળવારે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન રહેશે બંધ 

02:06 PM, 16th May
ઉત્તર ગુજરાતમાં 17-18મીએ વાવાઝોડા સાથે તોફાની વરસાદની શક્યતા. 
અરબીસમુદ્રમાં સર્જાયેલું તાૈકતે વાવાઝોડું ઉત્તર દિશા તરફ વધતાં તંત્ર એલર્ટ
જોટાણા, કડી અને બહુચરાજીમાં 52 થી 61 કિમી 
ઝડપે પવન ફૂંકાવાની આગાહી. 
એલર્ટના પગલે ખેડૂતોને કાપણી કરેલો પાક સત્વરે સુરક્ષિત કરવા તેમજ નવી કાપણી ન કરવાની સાથે પશુઓને ખુલ્લામાં ન બાંધવાની સુચના અપાઇ
મહેસાણાના 3 તાલુકામાં માઠી અસર થઇ શકે છે
 હવામાન વિભાગની હાલની આગાહી પ્રમાણે વાવાઝોડાના 5 મા ઝોનમાં મહેસાણાના 3 અને પાટણના 4 તાલુકા મહેસાણાના જોટાણા, કડી અને બહુચરાજી પંથક તેમજ પાટણ જિલ્લાના 
સાંતલપુર, સમી, રાધનપુર અને હારિજ પંથકમાં પ્રતિ કલાકે 52 થી 61 કિલોમીટર ઝડપે વાવાઝોડું ફૂંકાવાની આગાહી
 

01:21 PM, 16th May
મજબૂતથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું 'તૌકતે'
 
કોરોના સંકટ વચ્ચે અરબી સમુદ્રમાં બની રહેલ ચક્રવાત 'તૌકતે' વધુ મજબૂત થઈ ગયું છે અને આ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના તટ તરફ આગળ વધી રહ્યું છે. શનિવારે ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. હવામાન વિભાગે મંગળવારે સવાર સુધી આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના જતાવી છે.
 

01:18 PM, 16th May
તૌકતે વાવાઝોડું હાલ ગોવા-પણજીથી 170 કિલોમીટર દુર છે. ગોવામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયુ છે. અત્યારે Cyclone Tauktae મુંબઈથી  520 કિલોમીટર દુર વાવાઝોડું છે. ગુજરાતના દરિયાકાંઠેથી 18મી મેની વહેલી સવારે પસાર થાય તેવી સંભાવના છે. 

01:12 PM, 16th May
Cyclone Tauktae ની ચક્રવાતી વાવાઝોડું તાઉતેની મહારાષ્ટ્રમાં અસર શરૂ થઈ ગઈ છે. કોંકણના સિંધુદુર્ગ જિલ્લાના દરિયામાં કરંટ ઉભા થવા લાગ્યા છે. ત્યાંના દરિયામાં ઉછળી રહ્યાં છે ઉંચા-ઉંચા મોજા. લોકોને દરિયા કિનારે ન જવા અપીલ કરાઈ.