મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 મે 2021 (06:09 IST)

Cyclone Tauktae - 18 તારીખે સાંજે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ખસીને ગુજરાતના પોરબંદર અને નલિયા કાંઠેથી પસાર થવાની પ્રબળ સંભાવના

પૂર્વ મધ્યસ્થ અને આસપાસના દક્ષિણ પૂર્વીય અરબ સાગર પરથી ઉત્તર-ઉત્તર-પશ્ચિમી દિશા તરફ ખસી રહેલું ચક્રાવાતી વાવાઝોડુ “તૌક્તે” (જેનો ઉચ્ચાર તૌ’તે છે) છેલ્લા 6 કલાકથી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને આજે 15 મે 2021ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08.30 કલાકે પૂર્વ મધ્યસ્થ અને આસપાસના દક્ષિણ પૂર્વીય અરબ સાગર નજીક 12.8°N અક્ષાંશ અને 72.5°E રેખાંશ પર, અમીનીદીવીથી ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 190 કિમી, પણજી- ગોવાથી દક્ષિણ- દક્ષિણ-પશ્ચિમ દિશામાં 330 કિમી અને વેરાળ (ગુજરાત) થી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશામાં 930 કિમી તેમજ કરાચી (પાકિસ્તાન)થી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશામાં 1020 કિમી દૂર કેન્દ્રમાં આવ્યું હતું.
 
આગામી છ કલાકમાં તે તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં પરિવર્તિતત થવાની અને આગામી 12 કલાકમાં અતિ તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં પરિવર્તિતત થવાની પ્રબળ શક્યતા છે. આ વાવાઝોડુ 18 મેના રોજ બપોર પછી/ સાંજે ઉત્તર-ઉત્તર- પશ્ચિમી દિશામાં આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પોરબંદર અને નલિયાની આસપાસમાંથી પસાર થવાની શક્યતા છે.
ગુજરાતમાં 16 મેના રોજ બપોર પછી સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે ઘણા સ્થળોએ ભારેથી અતિભારે અને 17 મેના રોજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના છુટા છવાયા વિસ્તારોમાં (જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો) અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે અને છુટા છવાયા વિસ્તારોમાં (પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં) અત્યંત ભારે (≥ 20 cm) વરસાદની શક્યતા છે.
પશ્ચિમ રાજસ્થાન: 18 અને 19 મેના રોજ ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જ્યારે છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
 
દરિયો તોફાની થવાની ચેતવણી
• ગુજરાતમાં એસ્ટ્રોનોમિકલ ભરતી પર મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં 2-3 મીટર ઊંચાઇના મોજાં ઉછળવાની અને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં દરિયાકાંઠામાં 1-2 મીટર ઊંચા મોજાં ઉછળવાની અને બાકીના દરિયાકાંઠામાં 0.5 મીટરના મોજાં ઉછળવાની સંભાવના છે.
 
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં નુકસાનની સંભાવના:
 
• કાચા મકાનો/ ઝૂંપડાને સંપૂર્ણ નુકસાન થવાની શક્યતા છે. પાકા મકાનોને અમુક હદે નુકસાન થઇ શકે છે. કેટલીક વસ્તુઓ હવામાં ઉડતી આવવાથી નુકસાન થઇ શકે છે.
 
• વીજળી અને સંદેશાવ્યવહારના થાંભળા વળવાની અથવા મૂળમાંથી ઉખડી જવાની શક્યતા છે.
 
• કાચા અને પાકા માર્ગોને મોટું નુકસાન થઇ શકે છે. માર્ગો પૂરમાં ધોવાઇ શકે છે. રેલવે અને ઓવરહેર પાવર લાઇન તેમજ સિગ્નલ સિસ્ટમને નજીવું નુકસાન થઇ શકે છે.
 
• મીઠાના અગર અને ઉભા પાકને વ્યાપક નુકસાન થઇ શકે છે, મોટા વૃક્ષો ધરમૂળમાંથી ઉખડી શકે છે.
 
• નાની હોડીઓ, કન્ટ્રી ક્રાફ્ટ્સ લંગરથી છૂટ પડી શકે છે.
 
• દૃશ્યતા પર ખૂબ તીવ્ર અસર પડી શકે છે.
 
ગુજરાતમાં અમરેલી, રાજકોટ અને મોરબી જિલ્લામાં નુકસાનની સંભાવના:
 
• કાચા મકાનો/ ઝૂંપડાને મોટું નુકસાન થવાની શક્યતા છે. મકાનોની કાચી છત ઉડી શકે છે. મકાનો અને શેડ્સ પરથી ધાતુના છાપરા હવામાં ઉડી શકે છે.
 
• વીજળી અને સંદેશાવ્યવહારની લાઇનોને નજીવું નુકસાન થઇ શકે છે.
 
• કાચા અને કેટલાક પાકા માર્ગોને મોટું નુકસાન થવાની સંભાવના છે. પૂરમાં માર્ગો ધોવાઇ શકે છે.
 
• ઝાડની ડાળીઓ તુટી પડવાની, ધરમૂળમાંથી ઝાડ પડી જવાની શક્યતા છે. કેળા અને પપૈયાના ઝાડને સામાન્ય નુકસાન થઇ શકે છે. વૃક્ષોની લાંબી ડાળીઓ તુટી શકે છે.
 
• દરિયાકાંઠાના વિસ્તારોમાં પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે.
 
• પાળા/ મીઠાના અગરને નુકસાન થઇ શકે છે.
 
ચેતવણીઓ
 
વરસાદ:
લક્ષદ્વીપના ટાપુઓ: 15 મેના રોજ મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તરીય ટાપુઓમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ 16 મેના રોજ છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
 
કેરળ: 15 મેના રોજ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની જ્યારે અમુક વિસ્તારોમાં ભારે અને છુટા છવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે જ્યારે 16 મેના રોજ છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે અને 17 મેના રોજ છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
 
તમિલનાડુ (ઘાટ જિલ્લા): 15 મેના રોજ સંખ્યાબંધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જ્યારે છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
 
કર્ણાટક (દરિયાકાંઠો અને ઘાટ જિલ્લાઓની આસપાસમાં): 15 મેના રોજ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે જ્યારે છુટા છવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની તેમજ 16 મેના રોજ છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
 
કોંકણ અને ગોવા: દક્ષિણ કોંકણ અને ગોવામાં મોટાભાગના વિસ્તારોમાં 15 મેના રોજ હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની તેમજ ઉત્તર કોંકણના છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની તેમજ 16 મેના રોજ કોંકણ અને ગોવા તેમજ આસપાસના ઘાટ વિસ્તારોમાં અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની તેમજ 17 મેના રોજ ઉત્તર કોંકણમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
 
પવનની ચેતવણી
 
• માલદીવ્સ વિસ્તાર અને વિષુવવૃત્તીય હિન્દ મહાસાગરમાં ખરાબ હવામાન સાથે આગામી 06 કલાક દરમિયાન 45-55 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઇને મહત્તમ 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.
 
• પૂર્વ- મધ્ય અરબ સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમી અરબ સમુદ્રની આસપાસના વિસ્તારો તેમજ લક્ષદ્વીપ વિસ્તારમાં ઝડપી ગતિ સાથે 75-85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે અને મહત્તમ 95 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચશે. 16 મેના રોજ સવારે તે વધીને 120-130 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાય અને વધીને 145 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચે તેવી સંભાવના છે.
 
• 15 મેના રોજ કેરળના કાંઠા વિસ્તારમાં અને આસાપાસમાં ઝડપી પવન 50-60 કિમી પ્રતિ કલાકે ફુંકાઇને 70 કિમી પ્રતિ કલાકની ગતિ સુધી પહોંચી શકે છે.
 
• 15 મેના રોજ કર્ણાટકના કાંઠા વિસ્તારથી દૂર અને આસપાસમાં, દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના કાંઠા વિસ્તારમાં પ્રબળ ઝડપી ગતિએ 50-60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાઇને મહત્તમ 70 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે અને 16 મેના રોજ તે આંધીમાં પરિવર્તિત થઇને 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે મહારાષ્ટ્રના દૂરના દરિયામાં અને ગોવાના દરિયાકાંઠા વિસ્તારમાં ફુંકાશે અને મહત્તમ 80 કિમી પ્રતિ કલાક સુધી થઇ શકે છે.
 
• 17 મેના રોજ સવારે ઉત્તર- પૂર્વ અરબ સમુદ્ર પરથી પસાર થઇને પ્રબળ ઝડપી પવન દક્ષિણ ગુજરાતના દૂરના દરિયામાં, દમણ અને દીવના દરિયાકાંઠા વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે જે મહત્તમ 60 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે અને ધીમે ધીમે ગતિમાં વધારો થઇને આંધીમાં પરિવર્તિત થયા બાદ 18 મેના રોજ સવારે ઉત્તર- પૂર્વ અરબ સમુદ્ર પરથી સૌરાષ્ટ્રના દૂરના દરિયા અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં (દેવભૂમિ દ્વારકા અને પોરબંદર) 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઇ શકે છે અને મહત્તમ 175 કિમી પ્રતિ કલાકની ઝડપ આવી શકે છે. તેમજ 18 મેના રોજ બપોર પછી/સાંજે ત્યારપછીના 06 કલાકે ગુજરાતના કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર જિલ્લામાં 120-150 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફુંકાઇ શકે છે જે વધીને 165 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી થઇ શકે છે.
 
દરિયાની સ્થિતિ
 
• દક્ષિણ- પૂર્વ અરબ સમુદ્ર અને લક્ષદ્વીપ- માલદીવ્સ વિસ્તારની આસપાસમાં તેમજ વિષુવવૃત્તીય હિન્દ મહાસાગરમાં આગામી 06 કલાક દરમિયાન સમુદ્રની સ્થિતિ ઘણી ખરાબ રહેવાની શક્યતા છે.
 
• 15 મેના રોજ પૂર્વ- મધ્ય અરબ સમુદ્રમાં દરિયાની સ્થિતિ ભારેતી અતિ ભારે રહેશે અને 16 મેના રોજ ભારેથી અસાધારણ રહેશે અને 17 તેમજ 18 મેના રોજ ઉત્તર- પૂર્વ અરબ સમુદ્રમાં અતિ ભારેથી અસાધારણ રહેશે.
 
• 15 મેના રોજ કોમોરિન વિસ્તાર અને આસપાસમાં તેમજ કેરળના દરિયાનથી અંદર સમુદ્રની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહેશે, 15 મેના રોજ પૂર્વ- મધ્ય અરબ સમુદ્ર અને કર્ણાટકના દરિયાના અંદરના વિસ્તારોમાં ખૂબ ખરાબથી ભારે સ્થિતિ રહેશે તેમજ મહારાષ્ટ્ર -ગોવા દરિયાકાંઠામાં 15 અને 16ના રોજ ખૂબ ખરાબથી ભારે સ્થિતિ રહેશે. 17 મેના રોજ સવારથી દક્ષિણ ગુજરાતના દરિયામાં ઉત્તર પૂર્વ અરબ સમુદ્રમાં ખરાબથી અતિ ખરાબ સ્થિતિ રહેવાની શક્યતા છે અને 18મીએ સવારે અતિ ભારેથી અસાધારણ સ્થિતિ રહેવાની શક્યતા છે.
 
માછીમારો માટે ચેતવણી
 
• પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર વિસ્તારમાં તેમજ કેરળ- કર્ણાટક- ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં દરિયાની અંદર માછીમારી કામગીરી સંપૂર્ણ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.
 
• 17 મેથી ઉત્તર પૂર્વ અરબ સમુદ્ર અને ગુજરાતમાં દરિયાના દૂરના વિસ્તારોમાં માછીમારીની કામગીરી સંપૂર્ણ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.
 
• માછીમારોને દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર, લક્ષદ્વીપ- માલદીવ્સ વિસ્તાર, પૂર્વ મધ્ય અરબ સમુદ્ર અને કર્ણાટકના દરિયાની અંદરના વિસ્તાર, પૂર્વ મધ્ય અરબ સમુદ્ર અને મહારાષ્ટ્રના દરિયાના અંદરના વિસ્તાર – ગોવાના દરિયાકાંઠા વિસ્તાર અને પૂર્વ મધ્ય અને આસપાસમાં ઉત્તર પૂર્વ અરબ સમુદ્ર તેમજ ગુજરાતના દરિયાના અંદરના વિસ્તારોમાં 18 મે સુધી કોઇપણ પ્રકારે સાહસ ના ખેડવાની સલાહ છે.
 
• જેઓ ઉત્તર અરબ સમુદ્રમાં દરિયામાં જવા નીકળી ગદયા છે તેમને કાંઠા વિસ્તારમાં પરત આવવાની સલાહ છે.