Cyclone Updates- ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' હવે નબળું પડી ગયું
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'શક્તિ' અંગે હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી હતી, જે મુજબ વાવાઝોડું આજે યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાત તરફ આવ્યા બાદ તે ધીમું પડી જશે અને તેની અસર નહિવત્ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું 'શક્તિ' હવે નબળું પડી ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન તે લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું અને નબળું પડીને 'સાયક્લોનિક સ્ટોર્મ'માં પરિવર્તિત થયું છે.