ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 11 માર્ચ 2021 (15:32 IST)

દાંડીયાત્રામાં ભાગ લેનાર તમામ 81 પદયાત્રીઓનો અને પોલીસકર્મી/ અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવશે.
અમદાવાદ 
સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે 12 માર્ચ એટલે કે આવતીકાલે શુક્રવારે દાંડીકૂચ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમની મુલાકાતે આવવાના છે ત્યારે ગાંધીઆશ્રમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં આવશે અને ડોમમાં હાજર રહેનાર તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.  તમામ પોલીસકર્મીઓનો ગાંધી આશ્રમમાં જ રેપીડ કોરોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગાંધીઆશ્રમમાં જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હાજર રહેશે તેઓ અને આશ્રમની કેટલીક મહિલાઓ પણ તે સમયે હાજર રહેવાની હોવાથી તેમનો પણ ટેસ્ટ કરવામાં આવશે. 
આશ્રમમાં તૈયારીઓનો આખરી ઓપ આપવામા આવી રહ્યો છે જેમાં ગાંધીઆશ્રમને સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે લોકો દાંડી યાત્રામાં ચાલવાના છે તેઓ તમામના પણ કોરોના ટેસ્ટ કરવામા આવશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોમ ઉભા કરવામાં આવશે. આજે સાંજે અથવા સવારે વહેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો પોઝિટિવ આવશે તેઓને દાંડી યાત્રામાં ભાગ લેવા દેવામાં નહિ આવે.