શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (10:26 IST)

47 વર્ષ પહેલાં તૂટ્યો હતો દાંતીવાડા ડેમ, લોકો આજે પણ ભૂલી શક્યા નથી તે દિવસ

ઉત્તર ગુજરાતની જીવાદારોરી સમાન દાંતીવાડા ડેમ તૂટ્યાને આજે 31 ઓગસ્ટે 1973ની મધરાત્રે ઉપરવાસમાં ભારે વરસાદથી દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવક વધતી હતી. જેથી પાણી ડેમના 11 દરવાજામાંથી તેમજ બાજુ આવેલા કંટ્રોલરૂમમાંથી નિકળવા માંડ્યું હતું. પરંતુ રવિવારે સવાર સુધી ડેમમાં જળસંગ્રહ માત્ર 28.61 ટકા જ છે. તે સમયે સતત વરસી રહેલા ભારે વરસાદથી 31 તારીખે મધરાત્રે પાલનપુર પાલુકાના રણાવાસ ગામ પાસે ડેમનો માટીથી બનેલો કાચો પાળો તૂટી ગયો હતો અને પાણી દાંતીવાડા તાલુકાના વાઘરોલ, ભાખર થઇને ડીસાની લાટી બજારમાં ઘૂસી ગયું હતું. 
 
47 વર્ષ પહેલાં દાંતીવાડા ડેમ પર વાયરલેસ સુવિધા સિવાય કોઇ દૂર સંચારની સેવા પણ ન હતી. પરંતુ તે વખતના અનુભવી અધિકારીઓની કોઠા સુઝબૂઝથી ગામેગામ સંદેશો મોકલાવી પાણી આવે તે પહેલાં ગામોમાં ઢોલ વગાડીને લોકોને જાણ કરી દેવાઇ હતી. જેના કારણે કોઇ જાનહાનિ થવા પામી ન હતી અને લોકો પોતાના ઘર છોડી ઉંચાઇવાળી જગ્યાએ જતા રહ્યા હતા. 
47 વર્ષ પહેલાં તૂટલા ડેમના પાણીથી લોકોના જીવતો બચી ગયા હતા. પરંતુ ત્યારે દાંતીવાડા તાલુકાનું વાઘરોળ ગામ સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયું હતું અને ગામના તમામ ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તે સમયે નજરે જોનાર લોકોએ દિવસ ક્યારેય ભૂલી શકે તેમ નથી.