શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 જુલાઈ 2021 (09:17 IST)

અમદાવાદ શહેરની સૌથી મોટી જુગારની રેડમાં દરિયાપુર પીઆઈ ,ડિસ્ટફ પીએસઆઇ સસ્પેન્ડ

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરીથી નજીક આવેલા દરિયાપુરના મનપસંદ જીમખાનમાં સૌથી મોટી જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગરીઓ ઝડપાયા હતા.આ રેડના કારણે અમદાવાદ પોલીસ કમિશનરની શાખને ડાઘ લાગ્યો હતો.હવે રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે.અને જવાબદારીને બદલી અને સસ્પેન્ડનો ઓર્ડર કરી દીધો છે.જેમાં આજે પીસીબીમાં મહત્વના વહીવટ કરતા યોગેન્દ્ર સિંહ સહિત 9 ની બદલી થઈ છે બીજી તરફ દરિયાપુર પીઆઈ આર આઈ જાડેજા,ડિસ્ટફ પીએસઆઇ કે સી પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વિગત સૂત્રોએ જણાવી છે.
 
અમદાવાદના વિવાદિત રહેલા ઝોન 4 વિસ્તરમાં અનેક બદીઓના કારણે ઉચ્ચ અધિકારીઓને શાખમાં ડાઘ લાગ્યો છે.દરિયાપુરમાં થયેલી જુગારની રેડમાં 183 લોકો ઝડપાયા જેમાં પહેલીથી અશકા હતી તેમ દરિયાપુર પીઆઈ આર આઈ જાડેજા અને ડિસ્ટફ પીએસઆઇને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીસીબીના 9 વ્યક્તિની ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે પણ હજી પણ પીસીબીમાં મોટું દુષણ છે જેને માટે પોલીસ કમિશનર ઝડપથી કાર્યવાહી કરશે તેવી વિગત સૂત્રોએ જણાવી છે.
 
દરિયાપુર જીમખાના રેડમાં હવે ડીસીપના વહીવટદાર પ્રકાશ સિંહ તેમજ અન્ય જોન 4 ના વહીવટ દાર સામે પોલીસ કમિશ્નર તરત જ કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.હવે બન્સી બૂટલેગર કેસમાં તપાસ ડીસીપી ઝોન 4 ના સુપરવીઝનમાંથી ખેંચવામાં આવે તો તેમાં પણ અમદાવાદ શહેરના અનેક પી આઈ અને પોલીસ કર્મચારીઓ સાણસામાં આવી શકે છે.
બીજી તરફ હવે આઇપીએસના વહીવટ કરતા લોકોના લીધે શહેરની કન્ટ્રોલ થયેલી ઇમેજ રોજ રોજ નુકશાન થઈ રહી છે.જેમની આગામી દિવસોમાં આવતી બદલીઓમાં સરકાર દ્વારા બદલી કરવાની પણ ચર્ચા કરવામાં આવી છે.