ઓગસ્ટના અંતમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બીજી વેવથી ઓછી રહેશે ઘાતક - ICMR
કોરોનાની ત્રીજી લહેરને લઈને દરેક અટકળો લગાવાય રહી છે. અનેક વિશેષજ્ઞોએ કહ્યુ કે આ ઓક્ટોબરની આસપાસ આવશે. પરંતુ આઈસીએમઆરના એક મોટા ડોક્ટરે કહ્યુ કે કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમા આવી શકે છે અને બીજી લહેર જેટલી ઘાતક નહી રહે. ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચમાં મહામારી વિજ્ઞાન અને સંક્રમક રોગોના પ્રમુખ ડો. સમીરન પાંડાએ એક ન્યુઝ ચેનલને જણાવ્યુ, એક રાષ્ટ્રવ્યાપી ત્રીજી લહેર આવશે, તેનો મતલબ એ નથી આ બીજી લહેર જેટલી ખતરનાક કે એટલી તીવ્ર હશે.
ત્રીજી લહેરની પાછળનુ કારણ
ત્રીજી લહેરના આવવા પાછળના કારણ બતાવતા સમીર પાડાએ કોરોનાથી સાજા થયેલા દર્દીઓનુ એક મોટુ કારણ બતાવ્યુ. તેમણે કહ્યુ કે કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોરોનાથી ઠીક થયા દર્દીઓમાં કોરોનાના વિરુદ્ધ પ્રતિરક્ષામાં ઘટાડાનો સમાવેશ છે. આ ત્રીજી લહેરનુ કારણ બની શકે છે.
સમીરન પાંડાએ એનડીવીને જણાવ્યુ કે ત્યાં કોરોના વાયરસનો કોઈ વેરિએંટ એવો પણ હોઈ શકે છે જેના વિરુદ્ધ મેળવવામાં આવેલ ઈમ્યુનિટી પણ કોઈ અસર ન બતાવી શકી અને આવો વેરિએંટ ઝડપથી ફેલાશે. કોરોના પ્રતિબંધ પરથી હટાવવામાં આવી રહેલી ઢીલ પણ લહેરનુ એક કારણ બની શકે છે.
ડેલ્ટા પ્લસથી આવશે ત્રીજી લહેર ?
આ પૂછવા પર કે શુ ડેલ્ટા પ્લસ ત્રીજી લહેર લાવી શકે છે, પાંડાએ એનડીટીવીને કહ્યુ, માને નથી લાગતુ કે ડેલ્ટા વેરિએંટ લોકોના સ્વાસ્થ્ય પર કહેર વરસાવી શકે છે. એમ્સ નિદેશક રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે કોરોનાની ત્રીજી લહેર લોકોની પ્રતિરક્ષાના ઓછા થયા પછી આવી શકે છે. ત્રીજી લહેરના પાછળ સરકાર દ્વારા હટાવવામાં આવી રહેલા કોરોના પ્રતિબંધ પણ કારણ બની શકે છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે ત્રીજી લહેર આવી શકે છે અને રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે મોટી સભાઓનુ આયોજન ન કરવાનો આગ્રહ કર્યો હતો કારણ કે આ ત્રીજી લહેરના શક્યત સુપર સ્પ્રેડર કાર્યક્રમ બની શકે છે.