સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 15 જુલાઈ 2021 (12:18 IST)

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનુ આગોતરું ! દેશમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો

દેશમાં કોરોના કેસોનો આંકડો છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહ્યો હતો. પણ એક વાર ફરીથી નવા કેસ 40000ના પાર પહોંચી ગયા છે. ગુરૂવારે આવેલાં આંકડામાં  41,806 નવા કેસ મળવાની વાત સામે આવી છે. 
 જેનાથી ભય એટલો વધી ગયો  છે કે શું દેશમાં ત્રીજી લહેરનુ આગોતરું છે. જેની એક્સપર્ટસ શકયતા જણાવી રહ્યા હતા. છેલ્લા એક દિવસમાં નવા કેસ 41 હજારથી વધારે મળ્યા છે તો રિકવર થનાર લોકોની સંખ્યા તેનાથી ઓછી છે. 24 કલાકમાં 39,130 લોકો રિકવર થયા છે. અત્યારે દેશમાં કોરોનાના કુલ  એક્ટિવ કેસની સંખ્યા 432041 છે. દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી  4,11,989 લોકોના મોત થઈ  ચુક્યા  છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 581 લોકોને પોતાનો જીવ ગુમાવ્યો  છે.  

કોરોના વાયરસનો રિકવરી રેટ હાલ 97.28% છે, જે મે માં આવેલ બીજી લહેરની પીક કરતા ઘણી સારી છે આ ઉપરાંત વીકલી પોઝિટીવિટી રેટ પણ 2.21 ટકાથી ઓછો જ બન્યો છે.  પણ નવા કેસમાં થયેલ વધારાએ ડર વધારી દીધો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર, કેરલ અને પૂર્વોત્તરના રાજ્યોમાં નવા કેસમાં કાતો વધારો થઈ રહ્યો છે કે પછી એવી જ સ્થિતિ છે. પણ કેસ ઓછા નથી થઈ રહ્યા જેને કારણે કેન્દ્ર ચિંતિત છે. એટલુ જ નહી ગૃહ મંત્રાલય તરફથી બુધવારે બધા રાજ્યોને એડવાઈઝરી પણ રજુ કરી છે કે જો કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે તો ફરી એ વિસ્તારમાં લોકડાઉન લગાડવા પર વિચાર કરી શકાય છે. 
 
છેલ્લા કેટલાક દિવસોથી સતત દેશમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો  છે.  બુધવારે આવેક આંકડામાં એક દિવસમાં 38,792 નવા કેસ મળ્યા હતા. તેનાથી પહેલા મંગળવારે આંકડો 31,443 જ હતું. જે 118 દિવસોમાં મોતનો સૌથી ઓછું આંકડો હતો.  આ રીતે દેશમાં બે દિવસમાં નવા કેસના આંકડામાં આશરે 10000 નો વધારો થયો છે.