શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (11:25 IST)

Lockdown News: કેરલમાં કોરોના અને જીકા વાયરસે વધારી ચિંતા, રાજ્યમાં 17-18 સંપૂર્ણ લોકડાઉન

કેરલમાં કોરોના સંક્રમણના કેસ વધતા જોઈને રાજ્ય સરકારે 17 અને 18 જુલાઈના રોજ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયનની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી સમીક્ષા બેઠક પછી નવી ગાઈડલાઈંસ રજુ કરી છે રાજ્યમાં 17 અને 18 જુલાઈના રોજ સંપૂર્ણ લોકડાઊન રહેશે. આ દરમિયાન બેંક પણ બંધ રહેશે  જો કે બાકી દિવસો દરમિયાન થોડી ઢીલ પણ આપવામાં આવી છે. નવા નિર્ણયો મુજબ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહી શકે છે અને અઠવાડિયામા લોકો માટે બેંકમાં 5 દિવસ કામકજા ચાલુ રહી શકે છે 
 
શ્રેણી 'A' માં બધા પ્રકારની દુકાનો અને વેપારી સંસ્થા ફક્ત અઠવાડિયાના અંતે લોકડાઉન છોડીને ખુલ્લી રહેશે. શ્રેણી 'B' માં જરૂરી સામાનની દુકાનો બધા દિવસો માટે ખુલ્લી રહેશે, જ્યારે અન્ય દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી ખુલી રહેશે. શ્રેણી 'C' માં જરૂરી સામાનનુ વેચાણ કરતી દુકાન તમામ દિવસો દરમિયાન રહેશે જ્યારે અન્ય દુકાનો શુક્રવારે જ ખોલવાની મંજૂરી મળી છે. બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો કે સપ્તાહના અંતમાં  રાજ્યમાં લોકડાઉન કરવામાં આવશે. સોમવારે કેરલમાં કોરોના વાયરસના ચેપના 7798 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 100 વધુ દર્દીઓનાં મોત થયા.
 
વેપારીઓએ રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી કે અઠવાડિયાના બધા દિવસો દરમિયાન દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકારનું માનવું છે કે હાલની પરિસ્થિતિ આ માટેની મંજુરી નથી આપતી અને જયા સુધી ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10 ટકાથી નીચે ન આવે ત્યાં સુધી સપ્તાહના અંતિમ બે દિવસમાં લોકડાઉન ચાલુ રહેશે.
 
બીજીવાર સંક્રમણનો પ્રથમ કેસ કેરલમાં 
 
ઉલ્લેખનીય છે કે ભારતમાં ફરીથી સંક્રમણનો પ્રથમ કેસ કેરલમાં સામે આવ્યો છે. સંક્રમિત વિદ્યાર્થીની અભ્યાસ માટે દિલ્હી જવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન તેના નમૂનાની આરટીપીસીઆર તપાસ કરવામાં આવી, જેનાથી સંક્રમણની ચોખવટ થઈ. આ પહેલા 30 જાન્યુઆરી 2020ના રોજ વુહાન વિશ્વવિદ્યાલયની મેડિકલની થર્ડ ઈયરની વિદ્યાર્થીની કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળી હતી.