મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (21:26 IST)

ગુજરાતના આ ગામમાં થયું 100 ટકા ૨સીકરણ સંપન્ન, અન્ય ગામો માટે બનશે ઉત્તમ પ્રે૨ણાસ્ત્રોત

કોરોનાની મહામારીથી બચવા માટેનું અમોઘ શસ્ત્ર હાલમાં ૨સીકરણ છે. વલસાડ જિલ્લામાં તબક્કાવા૨ ૦૧ લી માર્ચ, ૨૦૨૧ થી ૬૦ વર્ષ અને ૪૫ વર્ષથી વધુ વયના વ્યમક્તિાઓને રસીક૨ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ૨૧ મી જુન, ૨૦૨૧ નાં રોજથી કોવીડ વેક્સિનેશન મહાભિયાન અંતર્ગત ૧૮ વર્ષથી વધુ વયનાં વ્યક્તિઓને પણ રસીક૨ણ શરૂ કરવામાં આવ્યું  છે.
 
વલસાડ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની મીટિંગ દરમિયાન વલસાડ તાલુકાના ઊંટડી ગામમાં ૧૦૦% રસીકરણના કરાયેલા નિર્ણયને ધ્યાને લઇ આ ગામમાં પાત્રતા ધરાવતા તમામ ૧૬૬૯ વ્યૂક્તિાઓને રસીકરણ કરવામાં આવ્યું  છે. આમ આ ગામમાં કોવિડ-૧૯ ૨સીક૨ણ ક્ષેત્રે ૧૦૦ ટકા  સિધ્ધીન પ્રાપ્તગ કરવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે, ઊંટડી ગામમાં કોળી પટેલ, હળપતિ, દેસાઇ, મુસ્લિામ સમાજ મળી વિવિધ સમાજની વ્યમક્તિ ઓએ ઉત્સાહભે૨ ૨સીકરણનો લાભ લઇ કોરોના મુક્ત  ગામ બનાવવામાં અમુલ્ય ફાળો આપેલ છે. ઊંટડી ગામ અન્ય ગામો માટે એક ઉત્તમ પ્રે૨ણાસ્ત્રોત બની રહેશે.
 
વર્ષ ૨૦૨૦ બેચનાં આકાંક્ષા શિક્ષા, આઇ.એ.એસ.(ટ્રેઈની) નાં સીધા માર્ગદર્શન હેઠળ ઊંટડી ગામે ૧૦૦% કોરોના રસીક૨ણ ક૨વાની સિધ્ધી  હાંસલ થઇ છે. તેની સાથે કલેકટ૨, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યન જિલ્લા આરોગ્યા અધિકારી, તાલુકા હેલ્થ% ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મેડીકલ ઓફિસર, તલાટી, સ૨પંચ, શિક્ષકો, હેલ્થઆ વર્કરો, આશા, ગામ આગેવાનો અને અન્યસ હોદેદારોનો પણ સિંહફાળો રહયો છે.
 
ઊંટડી ગામના લોકોની જનજાગૃતિ અભિનંદનનને પાત્ર છે. તેની સાથે આ ઉમદા કામગીરી ક૨નારા પ્રાથમિક આરોગ્યગ કેન્દ્રગ ધરાસણાની ટીમને વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવી આભાર વ્યભક્તા કરાયો છે. મુખ્યિ જિલ્લા આરોગ્યન અધિકારી ડો.અનિલ પટેલે દરેક નાગરિકોને વિનંતી કરતાં જણાવ્યું છે કે, કોરોના રસી લઇ પોતે અને પોતાના પરિવારને આ મહામારીથી સુરક્ષિત કરીએ.