1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 9 જુલાઈ 2021 (11:22 IST)

સુરતને મંત્રી મળતાં જ રેલવે એક્શનમાં, બોર્ડે દુરંતોના હોલ્ટ સહિત 10 વર્ષથી પેડીંગ માંગોની યાદી માંગી

Photo : Twitter
સુરતના સાંસદ દર્શના જરદોશ રેલવે રાજ્યમંત્રી બનતાં જ રેકવે એક્શનમાં આવી ગઇ છે. રેલવે બોર્ડે સુરતથી દુરંતો ટ્રેનોના હોલ્ડ સહિત ગત 10 વર્ષોથી પેંડીંગ માંગણીઓની યાદી મંગાવી છે. અત્યાર સુધી રેલવે સતત ઓપરેશનલ કારણોનો હવાલો આપતાં આ માંગણીઓને નકારી કાઢતું હતું. જલદી સુરત રેલવે સ્ટેશન પર તમામ દુરંતો ટ્રેનોને હોલ્ટ શરૂ થઇ શકે છે. 
 
આ ઉપરાંત સુરત મહુવા એક્સપ્રેસને ડેલી કરવા અને ઉત્તર ભારત તરફ જનાર ઘણી ટ્રેનોને રેગુલર કરવાની સંભાવના છે. રેલવે બોર્ડ પેંડીંગ માંગણીઓને નવેસરથી સમીક્ષા કરશે. સુરત રેલવે સ્ટેશન એ-1 કેટેગરીમાં આવે છે. અહીં દુરંતો ટ્રેનોને સ્ટોપેજની માંગ ગત 10 વર્ષોથી કરવામાં આવી રહી છે. 
 
દુરંતોની ઓક્યૂપેંસીની 2018માં થઇ હતી સમીક્ષા
 
દુરંતો એક્સપ્રેસ ઓક્યૂપેંસી (એસી-12)
મુંબઇ-દિલ્હી 80% / 94%
મુંબઇ-જયપુર 72% / 84%
મુંબઇ-ઇન્દોર 67% / 96%
મુંબઇ-રાજકોટ 84% / 83%
 
દર્શના જરદોશએ સાંસદ તરીકે સંસદમાં ઘણીવાર સુરત સાથે સંકળાયેલા રેલવેના મુદ્દાને ઉઠાવ્યા છે. તાજેતરમાં જ તેમણે દુરંતો અને સંપર્ક ક્રાંતિ ટ્રેનોના હોલ્ટ, મહુવ ટ્રેનને રેગુલર કરવાની અને લોકલ ટ્રેનોને વધારવા સુરતને મંડળ બનાવવા અને અહીં ડીઆરએમ નિમવાની માંગ કરી હતી. 
 
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બોર્ડે ગુરૂવારે પશ્વિમ રેલવે પાસેથી સુરતની પેડિંગ માંગણીઓની યાદી માંગી હતી. આ ઉપરાંત દુરંતો એક્સપ્રેસ વિશે કહ્યું કે આ ટ્રેનોને કેવી રીતે અને ક્યારથી સ્ટોપેજ આપી શકાય છે, તેનું એક શિડ્યોલ બનાવીને આપો. ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવશે. 
 
2018 ની સમીક્ષામાં જોઇ શકાય છે કે મુંબઇથી રવાના થનાર દુરંતો ટ્રેનો 100% ઓક્યૂપેંસી સાથે દોડતી નથી. તેનાથી ખાલી સીટો સાથે નુકસાન થઇ રહ્યું છે. સુરતમાં હોલ્ટ મળતાં જ તે સીટો ભરાઇ શકે છે.