બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (19:21 IST)

અમદાવાદની એક હોસ્પિટલમાંથી માતા અને પુત્રીની લાશ મળી આવી, પોલીસને હત્યાની શંકા

murder case
અમદાવાદમાં એક સનસનીખેજ સમાચાર સામે આવ્યાં છે. શહેરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુલાભાઈ પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી એક યુવતી અને તેની માતાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ સમાચાર વાયુ વેગે પ્રસરતાં જ પોલીસનો કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો.

હોસ્પિટલમાં સ્થિત ઓપરેશન થિયેટરમાં એક કબાટમાં યુવતીની લાશને છુપાવીને રાખવામાં આવી  હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત તેની માતાની લાશ પણ આ હોસ્પિટલમાંથી મળતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ યુવતીની લાશ અંગેની તપાસ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના કર્ણ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં રહેલા કબાટમાં એક યુવતીની લાશ છુપાવીને રાખવામાં આવી હતી. જેના કારણે હોસ્પિટલમાં ખૂબજ દુર્ગંધ આવતી હતી. તપાસ કરતાં ઓપરેશન થિયેટરના કબાટ તરફ આ દુર્ગંધ આવતી હતી. જ્યારે આ કબાટ ખોલવામાં આવ્યું ત્યારે 30 વર્ષની એક યુવતીની લાશ મળી આવી હતી. તે ઉપરાંત વધુ તપાસ કરતાં આ જ હોસ્પિટલમાંથી યુવતીની માતાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.

હોસ્પિટલમાં એક કલાક માટે CCTV કેમેરા પણ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આ યુવતીની લાશ કેમ કબાટમાં હતી તેની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીનું નામ ભારતી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતીને કોઈ નશીલા પદાર્થનો ઓવરડોઝ અથવા તો ઈન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. આ મૃતક યુવતી હોસ્પિટલના એક યુવકના સંપર્કમાં હતી. હાલમાં આ યુવકની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે.