1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (19:20 IST)

અમદાવાદ સિવિલમાં કોરોના બાદ MIS-C રોગથી સંક્રમિત 2 બાળકનાં મોત, 7નો બચાવ

કોરોના બાદ હવે રાજ્યમાં બ્લેક ફંગસ અને બાળકોમાં હવે MIS- C( મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ) નામનો પોસ્ટ કોવિડ રોગ જોવા મળી રહ્યો છે. એક લાખે એક બાળકને અને એ પણ પશ્ચિમી દેશોમાં થતો આ રોગ હવે ગુજરાતમાં પણ પ્રવેશી ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બાળકોનાં આ બીમારીથી મોત થયાં છે. તાજેતરમાં રાજકોટમાં પણ MIS- Cના 100થી વધુ કેસ નોંધાય ચૂક્યા છે.કોરોના અને મ્યુકોરમાઇકોસિસના રોગથી લોકોને થોડી રાહત મળી છે, ત્યારે બાળકોમાં જોવા મળતા MIS-C રોગથી ફફડાટ મચ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઠ અને 12 વર્ષનાં બે બાળકોનાં આ રોગથી મોત થતાં માતમ છવાયો છે. આ બેમાંથી એક બાળકનું લોહીનું દબાણ ઓછું થવાની જ્યારે અન્ય બીજા બાળકનું હૃદય, મગજ અને લિવર ફેલ થવાથી મોત થયું છે. MIS- Cની બીમારી સાથે 10 બાળકો સિવિલમાં દાખલ થયાં હતાં, જેમાંથી 7ને બચાવી લેવાયા છે અને બેનાં મોત થયાં છે, જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. MIS- C રોગ એ પોસ્ટ કોવિડ રોગ છે, જે નવજાત બાળકથી લઈ 15 વર્ષના બાળકમાં થતો રોગ છે. ઓટો એન્ટિબોડી રિએક્શન રોગ કહેવામાં આવે છે. માતાના પેટમાં ઊછરતા બાળકમાં પણ આ રોગ જોવા મળ્યો છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને જન્મના 12 કલાકમાં જ બાળકને તાવ આવ્યો હતો, જેથી સારવાર માટે અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.