શનિવાર, 13 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (15:35 IST)

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનો હલ્લાબોલ જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ

Demand for old pension scheme
Demand for old pension scheme
ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ મુદ્દે સરકારી કર્મચારીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આજે સમગ્ર રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે.સત્યાગ્રહ છાવણીમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ એકઠા થતા પોલીસના પણ ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન યોજી રહેલા કર્મચારીઓએ સુત્રોચ્ચાર કર્યા હતાં કે, 'સરકાર આપેલા વચનો પૂરા કરે. અમે જૂની પેન્શન યોજના લાગુ કરાવીને જ અહીંથી જઈશું.
 
સરકારી કર્મચારીઓના સુત્રોચ્ચાર અમારી માંગ પર અડગ રહીશું
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ આણંદના કાર્યાધ્યક્ષ વિક્રમસિંહ ગરાસિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2012થી અમારી જૂની પેન્શન યોજનાની માંગણી છે, આ બાબતે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે. વર્ષ 2022માં પણ આ બાબતે અમે આંદોલન કર્યું હતું. તેમાં સરકારે અમારી બે માંગણીઓ સ્વીકારી હતી. જોકે, આજદીન સુધી તેનો અમલ કર્યો નથી. જૂની પેન્શન યોજના જે અમારો હક છે અધિકાર છે તે અધિકાર લેવા માટે અમે આજે આવ્યાં છીએ. સરકારમાં રજૂઆત માટે અમે ધરણા કાર્યક્રમ રાખ્યો છે. અમારી આ માંગ પર અમે અડગ રહીશું.
 
સત્યાગ્રહ છાવણીને પોલીસે ચારે દિશાથી અભેદ્ય કિલ્લો બનાવી દીધો
16 સપ્ટેમ્બરના મંત્રીઓ સાથે બેઠક મળી હતી.તે સમયે પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર તરફથી ખાતરી અપાઈ હતી, પરંતુ તેનો અમલ ન થતા હવે કર્મચારીઓએ સરકાર સામે ફરી આંદોલનના મંડાણ કર્યા છે. આ ધરણા પ્રદર્શનને લઈ રાજ્યભરમાંથી કર્મચારીઓ ગાંધીનગર આવી રહ્યા છે. સત્યાગ્રહ છાવણીને પોલીસે ચારે દિશાથી અભેદ્ય કિલ્લો બનાવી દીધો છે. જિલ્લા કક્ષાએ ધરણા પ્રદર્શન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજ્યા બાદ આજે રાજ્યભરમાંથી શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગને પ્રબળ બનાવવા ગાંધીનગર પહોંચ્યા છે.