સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (15:41 IST)

કોરોનાની દહેશત વચ્ચે બાળકને શરદી, ઉધરસ કે તાવ હોય તો સ્કૂલે નહીં મોકલવા DEOની અપીલ

કોરોનાના નવા વેરિઅન્ટની દહેશત વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક થઈ ગઈ છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે સમગ્ર દેશની હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આ પ્રકારે મોકડ્રિલ યોજાઈ છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલો સાથેની વીડિયો કોન્ફરન્સમાં સ્કૂલ સંચાલકોને સતર્ક રહીને કાળજી રાખવા સૂચના આપી છે. શિક્ષણ અધિકારીની સૂચના બાદ સ્કૂલોએ વાલીઓને અપીલ કરી છે કે બાળકને શરદી, ઉધરસ કે તાવ હોય તો તેમને સ્કૂલે મોકલવા નહીં. તે ઉપરાંત સરકારે તૈયાર કરેલી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા પણ સ્કૂલ સંચાલકોએ તૈયારી દર્શાવી છે.

રાજ્યની ઘણી સ્કૂલો દ્વારા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી દૂર ન જાય તેવા તમામ પ્રયત્નો કરશે. સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની પણ વ્યવસ્થા કરવા સ્કૂલ સંચાલકોએ ખાતરી આપી છે. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે જો કેસોમાં વધારો થશે તો અલગ અલગ વર્ગમાં 50 ટકા ક્ષમતા સાથે અભ્યાસ કરાવીશું. બીજી તરફ સ્કૂલોમાં થતી સામુહિક પ્રવૃત્તિઓ હાલ પૂરતી બંધ કરવા પણ સંચાલકોએ વિચારણા હાથ ધરી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે જેમા રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનુ પાલન કરાશે. માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવીડ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવામાં આવશે.  માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. જેમા આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખે સ્કૂલોમાં કોરોના ન ફેલાય તે માટે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ ઉપરાંત  કોરોનાની દહેશત વધતાં અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓના સંખ્યા 50% કરવાની માગ પણ કરી છે. વધુમા તેમણે કહ્યું કે કોરોના આવે તે પહેલા સાવચેતીના ભાગરુપે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાથી 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.