સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 2 મે 2021 (09:21 IST)

૧૩૦ કિલોથી વધુ વજન અને બ્લડપ્રેશરની બિમારી હોવા છતાં સુનિલભાઈએ કોરોનાને આપી મ્હાત

કોરોના કાળની શરૂઆતથી કોરોનાની સાથે અન્ય બીમારીથી પિડીત દર્દીઓ માટે કોરોના ધાતક નિવડયો છે. પણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રહેવાસી સુનિલભાઈ કોરોના હરાવવામાં સફળ થયા હતા. સુનિલભાઈને મેદસ્વીતાની બિમારી સાથે બ્લડપ્રેશર અને સાથે ૫૦ ટકા કોરોનાનું ઈન્વોલ્વમેન્ટ આવતા પરિવાર સહિત ચિંતામાં મુકાયા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના અનુભવી તબીબોની ટીમ દ્વારા એક સાથે ત્રણેય બિમારીની ટ્રીટમેન્ટ શરૂ રાખીને ૧૪ દિવસનાં ૧૩૦ કિલોથી પણ વધું વજન ધરાવતા સુનિલભાઈને કોરોનાંતી મ્હાત અપાવવામાં સફળતા મેળવી હતી.
 
કોવિડ સ્ટેમસેલ બિલ્ડિંગમાં ફરજ પરના ડો. સંદિપ કાકલોત્તરએ વધુમાં જણાવ્યું કે, સુનિલભાઈ જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજન પણ લેવલ પણ ઘટીને ૬૦ ટકા જેટલું મેઈનટેઈન રહેતું હતું. તેમનો RT-PCR રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે તેમનું સિટી સ્કેન કરાવતા સિટી સ્કેનમાં ૫૦ ટકા કોરોનાનું ઈન્વોલ્વમેન્ટ હતું એટલે તાત્કાલિક તેમને ICU વોર્ડમાં બાયપેપ પર ટ્રીટમેન્ટ શરૂ કરી. ૪૬ વર્ષિય દર્દી સુનિલભાઈને છેલ્લા ૮-૯ વર્ષથી બ્લડપ્રેસરની બિમારીની છે સાથે તે મેદસ્વીતાની બિમારી હોવાથી તેમનું વજન પણ ૧૩૦ કિલોથી વધુ છે. 
 
તેમની સારવાર કરવી ઘણી મુશ્કેલ હતી. પણ કોવિડની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિર ઈન્જેક્શનના ડોઝ આપ્યા. તેની સાથે લોહી જામી જવાથી તેની પણ સારવાર શરૂ કરી અને અંતે ૬ દિવસ ICU વોર્ડમાં રહ્યા બાદ તબિયતમાં સુધારો જણાતા તેમને જનરલ વોર્ડમાં NRBM  ઓક્સિજન પર શિફ્ટ કરી ત્યાં તેમની તમામ પ્રકારની કાળજી લેવાતી. 
 
નર્સિંગ સ્ટાફ સાથે તબીબોની ટીમનું સમયાંતરે ચેકઅપથી લઈ દવા,જમવાનું નાસ્તો, ગરમ પાણી જેવી બધી જ પ્રકારની સુખસુવિધા મળતા સુનિલભાઈને રિકવરી ખૂબ જ ઝડપથી આવી અને ૫૦ ટકા કોરોના હોવા છંતા પણ ૧૪ દિવસમાં કોરોના પરાસ્ત કરવામાં સુનિલભાઈએ પણ એટલો જ સપોર્ટ આપ્યો છે. તબીબો દ્વારા આપવામાં આવતી તમામ વાતનું અનુકરણ કરતા. આજે ૧૪ દિવસની સારવાર બાદ સુનિલભાઈ ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે પરત ફરે છે.
 
સોનગઢના સર્વોદય નગરમાં રહેતા સુનિલભાઈ અગ્રવાલે કહ્યું કે, તા. ૧૭ એપ્રિલના રોજ એકાએક શ્વાસ લેવામાં તકલીફ થતા સોનગઢની પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા પરંતુ ત્યાં ફરજ પરની તબીબોએ  તાત્કાલિક સિવિલ હોસ્પિટલ શિફ્ટ થવાની સલાહ આપતા પરિવાર જનો પ્રાઈવેટ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. મારા પરિવારને સદસ્યો મારી ચિંતા કરતા હતા. એક તો મારું વજન પણ વધું હોવાંથી મને હેર ફેર કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. પણ અહિંયા હોસ્પિટલથી દરરોજ વિડીયો કોલથી વાત કરાવતા ત્યારે એક વાત કહેતા ચિંતા કરતા નહી. સુનિલભાઈ જલદી સ્વસ્થ થઈને ઘરે આવી જશે. જમવાથી લઈને તમામ પ્રકારની સુવિધા મને મારા બેડ પર જ મળી એટલે હું ઝડપથી સાંજો થયો છું. મારા પાસે કહેવા માટે શબ્દો નથી એટલી આ સ્ટાફે મારી સેવા કરી છે.
 
સિવિલ હોસ્પિટલના હજ્જારો દર્દીઓની સેવા કરનાર ડો. અશ્વિન વસાવા, ડો. પ્રિયંકા મોદી, ડો. સંદિપ, ડો. અર્પિત, ડો.શિવ સહિત ટીમના તબીબો સાથે નર્સિંગ સ્ટાફના અર્થાગ પ્રયાસથી ૧૪ દિવસની સારવાર ૫૦ ટકા કોરોના ઈન્ફેક્શન સાથે આવેલ સુનિલભાઈ સંપૂર્ણ સ્વસ્થ કરીને પોતાના ઘરે મોકલ્યા હતા.