ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Modified: શનિવાર, 1 મે 2021 (12:07 IST)

કોવિડ-19નો ભય, IPL છોડીને જવા માંગે છે David Warner-Steve Smith જેવા અનેક ખેલાડીઓ

ઈંડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ને માટે આ સમાચાર ઝટકો સાબિત થઈ શકે છે. જાણવા મળ્યુ છ એકે આઈપીએલમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ કોચ અને કોમેંટેટર ભારત છોડવાનો વિચાર કરી રહ્યા છે. ભારતમાં હાલ કોરોના વાયરસ (Coronavirus)કારણે પરિસ્થિતિ બેકાબૂ થઈ ચુકી છે.  
 
આવાનાં કોવિડ વોર્નર (David Warner), સ્ટીવ સ્મિથ(Steve Smith) અને ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) સહિત અનેક મુખ્ય ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર આઈપીલને આ સીઝન માટે આ અલવિદા બોલી શકે છે.   એક રિપોર્ટ મુજબ બધા ક્રિકેટર્સ હવે બોર્ડર બંધ થતા પહેલા પોતાના દેશ પરત જવા માંગે છે. 
 
વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન છે, જ્યારે સ્ટીવ સ્મિથ દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે અને મેક્સવેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓસ્ટ્રેલિયાઈ કોચનુ કહેવુ છે કે 'અમારી પાસે 30 ખેલાડીઓ, કોચ અને કમેંટેટર્સ છે જેઓ ભારતમાંથી બહાર નીકળવા માટે સ્વભાવિક રીતે ઉત્સુક છે.. 
 
ઈંડિયન પ્રીમિયર લીગમાં 17 ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી ભાગ લઈ રહ્યા હતા, જેમાથી ત્રણ - એડમ જામ્પા, કેન રિચર્ડસન (બંને રોયલ ચેલેજર્સ બૈગલોર) અને એંડ્ર્યૂ ટાય (રાજસ્થાન રોયલ્સ) પહેલા જ ઘરે પરત જઈ ચુક્યા છે. ટાયે ક્રિકેટ.કોમ.એયૂને જણાવ્યુ કે તે દેશથી બહાર જવઆ નથી માંગતા. 
 
રિકી પોન્ટિંગ (દિલ્હી કેપિટલ), ડેવિડ હસી (કોલકાતા નાઈટ રાઇડર્સ) અને સાઈમન કૈટિચ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) તેમજ કોમેંટર બ્રેટ લી, મઈકલ સ્લેટર અને મૈથ્યૂ હેડન પણ ભારતમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ખેલાડીઓને ચાર્ટર્ડ વિમાનથી પરત લાવવાની વાતચીત ચાલી રહી છે.  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યુ છે કે આ બિંદુ પર ખેલાડીઓ માટે ચાર્ટર્ડ યોજના નથી. બીજા વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા પહોચતા પહેલા ત્રીજા દેશ સાથે વાતચીત થઈ શકે છે.