શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (10:41 IST)

રાજકોટમાં ભાગવત સપ્તાહમાં યોજાયેલ લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો

money rain in dyara
રાજકોટના શાપર નજીક વાળધરીમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાતે આઠ વાગ્યે લોકડાયરાનું આયોજન આવ્યું હતું. જેમાં ભાગવત સપ્તાહમાં દેવાયત ખવડ, રાજભા ગઢવીએ લોકગીતોની રમઝટ લોકગીતોની રમઝટ બોલવતા લોકોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. થોડી જ વારમાં લાખો રૂપિયા એકત્ર થયા હતા.

સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ છે. હાલ ભાગવત સપ્તાહનું ઠેર ઠેર આયોજન ચાલી રહ્યું છે ત્યારે રાતે લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરે છે.ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા રામનવમીના દિવસે પણ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અલ્પા પટેલ અને સાથી કલાકારો દ્વારા સુંદર લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરાની અંદર લોકો મન મૂકીને વરસ્યા હતા. અલ્પા પટેલ પોતાના સ્વરે એવા તે સૂર રેલાવ્યા કે એમના પર લોકોએ 500ની નોટોનો વરસાદ કર્યો હતો. 500 રૂપિયાની નોટો ઉડતા જ થોડીવારમાં લાખો રૂપિયા ગૌદાન માટે એકત્રિત થઈ ગયા હતા. આ ડાયરામાં અલ્પા પટેલની સાથે એમના પતિ ઉદયભાઇ ગજેરા અને મહેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.