શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 જુલાઈ 2019 (12:35 IST)

ધોલેરા ખાતે ફાયરીંગ રેન્જ: એરક્રાફટ ટેસ્ટીંગ રન-વે પણ બનશે

દેશના સશસ્ત્ર દળો માટે ટુંક સમયમાં ગુજરાત પણ એક આધુનિક ફાયરીંગ રેન્જ ઉપલબ્ધ બનાવશે. હાલ દેશમાં સૈન્ય માટે ફક્ત બે ફાયરીંગ રેન્જ જેમાં એક રાજસ્થાનના પોખ૨ણ અને ઓડીસાના બાલાસો૨માં ઉપલબ્ધ છે. તેની સાથે હવે ગુજરાતના ઘોલેરામાં ૨૦૦ ક઼િમી.ના વિસ્તા૨માં એક અત્યંત આધુનિક ફાયરીંગ રેન્જ માટે રાજ્ય સરકારે જમીન ફાળવી દીધી છે અને અહીં સાથોસાથ શસ્ત્રના ઉત્પાદન માટે પણ એક ખાસ ક્ષેત્ર પણ તૈયા૨ ર્ક્યુ છે હાલમાં જ ગુજરાત એવીએશન કોંકલોવ ૨૦૧૯માં માહિતી આપતા ભા૨તીય હવાઈદળના પૂર્વ વડા એ૨માર્શલ આ૨.કે.ધી૨ કે જેઓ ગુજરાત સ૨કા૨ના ડીફેન્સ અને એરસ્પેસ ક્ષેત્રના સલાહકા૨ તરીંકે કામ કરીં ૨હયા છે તેને આ માહિતી આપતા જણાવ્યું કે ભા૨તીય સૈન્યની વિનંતીથી આ ફાયરીંગ રેન્જ તૈયા૨ કરીં ૨હયા છે. તે ધોલેરા  ઈન્ડસ્ટ્રીયલ સીટી એન્ડ ડેવલોપમેન્ટ લીમીટેડનો એક ભાગ હશે. પ્રારંભમાં કચ્છમાં પણ આ પ્રકા૨ની ફાયરીંગ રેન્જ તૈયા૨ ક૨વા વિચા૨ણા થઈ હતી પરંતુ ફાયરીંગ રેન્જની સાથોસાથ શસ્ત્રોના ઉત્પાદન માટે પણ હબ બને તે માટે ધોલેરાની પસંદગી થઈ છે. અહીં આધુનિક વિમાની મથક સહિતની સુવિધાઓ છે. આ ફાયરીંગ રેન્જ ફક્ત ઓટોમેટીક સૈન્ય શસ્ત્રોમાં એકે-પ૬ કે હળવા હથિયા૨ માટે પણ નહી ભારે તોપ માટે પણ હશે તે અત્યંત આધુનિક સુવિધા ધરાવતું હશે તેમાં વર્ચ્યુલ ટેકનોલોજીનો પણ સહારો લેવાશે. ૨ાજય સ૨કારે આ માટે જમીન આપી દીધી છે.