સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 13 જાન્યુઆરી 2021 (15:47 IST)

વિરાટ પિતા બનતા જ સાઈન કરવા જાહેરાતોની લાગી લાઈન, આ 10 બ્રાંડમાં મચી છે હોડ

ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી પતની અનુષ્કા શર્માના ઘરે સોમવારે પુત્રીનો જન્મ થયો. વિરાટે જેવી જ ટ્વિટર પર પોતાના પિતા બનવાની ખુશખબર સંભળાવી, અનેક કંજ્યુમર કંપનીઓ ખુદને દેશના સૌથી વધુ કમાઉ સેલિબ્રીટી જોડી સાથે જોડવાની હોડ મચી ગઈ. 
 
Procter & Gamble ના બ્રાંડ Pampers, Tropicana અને Pepsi, ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ  Zomato, ડિલીવરી સર્વિસેઝ કંપની Dunzo અને Liberty Shoes એ આ અવસરને કેચ કરતા  Instagram, Twitter અને Facebook સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડ રજુ કરી દીધી. વિરાટ આમાંથી કોઈપણ બ્રાંડનો પ્રચાર કરતા નથી. જો કે તેમાથી કેટલાક બ્રાંડ વિરાટને સાઈન કરવાનો વિચાર કરી રહ્યા છે. 
 
જાહેરાતોનો વરસાદ - મામલાની માહિતી રાખનારા એક સીનિયર એક્ઝીક્યુટિવે કહ્યુ કે બાળકીના જન્મ પહેલા જ વિરાટની મેનેજમેંટ ફર્મને બેબી પ્રોડક્ટ બનાવનારી કંપનીઓ તરફથી પ્રસ્તાવ મળી રહ્યા હતા. જે બ્રાંડ્સનો તેઓ પ્રચાર કરે છે, તે સ્વભાવિક રૂપથી આ અવસરનો લાભ લઈ રહ્યા છે. સાથે જ ઓછામાં ઓછી 8-10 વધુ બ્રાંડ તેમને સાઈન કરવા માંગે છે. 
 
Procter & Gamble ના બ્રાંડ Pampers એ પોતાના સોશિયલ મીડિયા હૈડલ પર એક શોર્ટ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા વિરાટ અને અનુષ્કાને તૈગ કરતા કહેવામાં આવ્યુ છે, “Here’s to new roles and a new innings”. આ જ રીતે પેપ્સિકો (Pepsico) ના જ્યુસ બ્રનડ ટૉપિકાના (Tropicana) એ પોતાના ઈંસ્ટાગ્રામ હૈડલ પર લખ્યુ #GoodnessComesHome, #ItsAGirl. વિરાટ 2017 સુધી પેપ્સીનો પ્રચાર કરતા હતા. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા મેસેજમાં લખ્યુ, “A Swagstar is Born,” આ જ રીતે  Liberty Shoes એ Virushka હૈશટૈગ સાથે લખ્યુ, “Beginning of the Much Awaited Innings,”. Zomato એ પોતાના ઈસ્ટાગ્રામ હૈડલ પર એ પોતાના ઈસ્ટાગ્રામ હૈડલ પર અનુષ્કા અને બેબીને જે અંદાજમાં શુભેચ્છા આપી જે ટ્વિટર પર વિરાટની પોસ્ટ જેવી હતી. 
 
વિરાટની બ્રાંડ વેલ્યુ સૌથી વધુ 
 
આ વિશે P&G અને Zomatoના  ઇમેઇલ્સ પર કોઈ જવાબ આપ્યો નથી.  વિરાટ કોહલીને રિપ્રેજેંટ કરનારી ટૈલેંટ મેનેજમેંટ ફર્મ કોર્નરસ્ટોન વેંચર્સના એક પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની Checkbrandના મુજબ વિરાટની બ્રાન્ડ વેલ્યૂ ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધુ છે. વિરાટની બ્રાન્ડ વેલ્યુ 328 કરોડ રૂપિયા છે.  ત્યારબાદ સચિન તેંડુલકર (રૂ. 167 કરોડ) અને મહેન્દ્રસિંહ ધોની (રૂ. 124 કરોડ)નો નંબર છે.