શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 ડિસેમ્બર 2017 (11:55 IST)

હાર્દિકે પ્રોપર્ટી વસાવ્યાનો બાંભણિયાનો આક્ષેપ, હાર્દિકે આરોપો ખોટા ગણાવ્યાં

પાટીદારોના અનામત આંદોલનની શરૂઆતથી જ કન્વીનર હાર્દિક પટેલના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ હવે હાર્દિક પર ભારે આક્ષેપોનો મારો ચલાવ્યો છે. આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના પરિવારજનોની આર્થિક સહાયના રૂપિયા હાર્દિકે ખિસ્સા ભેગા કર્યા હોવાનો પણ બાંભણિયાએ આરોપ લગાવ્યો છે. બાંભણિયાએ કહ્યું કે હાર્દિકે પોતાના માટે અમદાવાદ, સુરત, બરોડા અને વિરમગામમાં કુલ 5 થી 9 કરોડની મિલકત ખરીદી હોવાનો આક્ષેપ કર્યો હતો.

શનિવારે મળનારી પાસ ની ચિંતન શિબિરમાં ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ હોવાના મુદ્દા પર કરવામાં આવી રહી હોવાનો બાંભણિયાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે ચૂંટણી પહેલા હાર્દિકે 30 ઉમેદવારનુ લિસ્ટ ભરતસિંહ સોલંકીને આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. શનિવારે બોટાદમાં યોજાનારી પાસની ચિંતન શિબિર અંગે બાંભણિયાએ જણાવ્યુ હતુ કે મને કોઇ આમંત્રણ નથી આપ્યુ. પાસ કમિટી શિબિર જો સાચી હોય તો શા માટે બંધ બારણ બેઠકનુ આયોજન કર્યુ છે. એનસીપી દ્વારા આપવામાં આવેલ 81 લાખ પણ એનસીપી પાછા માંગ્યા હતા, પરંતુ પાછા આપવામાં આવ્યા નથી. વર્તમાન સમયમાં હાર્દિક પટેલની વૈભવશાળી જીવનશૈલી, વાહનો, તથા સભાનો ખર્ચ કોણ કરી રહ્યા હોવાનો સવાલ બાંભણિયાએ કર્યા હતા.દિનેશ બાંભણિયાના આક્ષેપો બાદ હાર્દિકે સોશ્યલ મિડિયાથી પોતાનો પક્ષ રજુ કર્યો હતો. જેમાં હાર્દિકે કહ્યુ હતુ કે આજે ફરીથી રૂપિયા બનાવ્યાના આરોપો લગાવ્યા છે.જે આરોપો હુ સહન કરીશ કેમ કે હુ ખોટો નથી. પરંતુ મારી લડાઇ ચાલુ રાખીશ કેમ કે હુ લોકો માટે કામ કરી રહ્યો છુ. હાર્દિકને મારવો હોય તો પોઇન્ટ બ્લેકથી ગોળી મારીદો ત્યારે જ હાર્દિક ચુપ થશે.