શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 જૂન 2018 (15:47 IST)

UPના ડિપ્ટી સીએમ દિનેશ શર્મા બોલ્યા - સીતાજી પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી હતા

વિચિત્ર નિવેદન આપનારા બીજેપીના નેતાઓની યાદીમાં પોતાની જોરદાર એંટ્રી નોંધાવતા ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ એક જનસભામાં બોલતા કહ્યુ કે સીતાજી ટેસ્ટ ટ્યુબ બેબીના રૂપમાં જન્મેલી સંતાન હતી.  તેમના મુજબ સીતાજીનો જન્મ ઘડાની મદદથી થયો હતો, જે એ સમયે ટેસ્ટ ટ્યૂબથી બાળકો પેદા કરવાની એક રીત હતી. 
 
આ બધી વાતો તેમણે શુક્રવારે એક જનસભાને સંબોધિત કરતા કહી છે. તેમણે ત્યા હાજર લોકોને બતાવતા કહ્યુ કે માતા સીતા ધરતીમાંથી નહી ટેસ્ટ ટ્યૂબના રૂપમાં જન્મેલી સંતાન હતી.  આ સાથે જ તેમણે નારદને પ્રથમ પત્રકાર પણ ગણાવ્યા. 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જ હિન્દી પત્રકારિતા દિવસ પર તેમણે કહ્યુ હતુ કે પત્રકારિતા કોઈ આધુનિકકાળથી જ શરૂ નહોતો થયો. આ મહાભારતના સમયથી ચાલી આવ્યો છે.  આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ગુરૂત્વાકર્ષણ બળ, પ્લાસ્ટિક સર્જરી અને પરમાણુની શોધ પણ ભારતમાં થઈ હતેી 
 
આ પહેલા બીજેપીના જ ત્રિપુરાથી મુખ્યમંત્રી વિપ્લવ દેવ આવા અનેક નિવેદન આપીને વિવાદોમાં ધેરાય ચુક્યા છે.