મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (15:35 IST)

દીવ-દમણ અને સેલવાસ શનિ-રવિ રહેશે બંધ

રાજ્યભરમાં કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લંબાવામાં આવ્યું છે. જો આવા સમય પર તમે શનિ-રવિની રજામાં ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. આજે પ્રશાસન દ્વારા એક મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દીવ-દમણ અને સેલવાસ પર શનિ-રવિ રજાઓના દિવસોમાં પર્યટકોને પ્રવેશ આપવામાં આવશે નહિ. દીવ-દમણ અને સેલવાસ પર વીકેન્ડમાં બીચ પર પ્રવાસીઓને પાબંધી અને તમામ પાર્ક બંધ રાખવાનો આદેશ પ્રશાસને જાહેર કર્યો છે.