સંબંધિત સમાચાર
- ગુજરાત ગૃહ વિભાગ એક્શન મોડમાં: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત ગુજરાત પોલીસને અપાયો 'ફ્રી-હેન્ડ'
- ગાંધીનગર સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી
- રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક સાથે 118 PSIની બદલીનો નિર્ણય
- વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ મોદીની ગુજરાત મુલાકાત: દક્ષિણ ગુજરાતને મળશે રૂ.12,421 કરોડની ભેટ
- રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુદરતનું રૌદ્ર સ્વરૂપ: મિનિ ટોર્નેડો જેવી રચનાથી ભયનો માહોલ (Video)
ગૃહ વિભાગનો મોટો નિર્ણય: બનાસકાંઠા-બોર્ડર-રાજકોટ રેન્જનું વિભાજન, જાણો હવે કયો જિલ્લો કઈ રેન્જમાં આવશે?
ગુજરાતના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ વહીવટમાં વધુ સુવ્યવસ્થિત કામગીરી અને અસરકારક સંકલન માટે બોર્ડર રેન્જનું વિભાજન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે, જે રાજ્યના ઉત્તર વિસ્તારના પોલીસ વહીવટને વધુ મજબૂત બનાવશે.
નવી બનાસકાંઠા રેન્જની રચના અને પાટણ જિલ્લાનો સમાવેશ
નવી રચાયેલી બનાસકાંઠા રેન્જમાં બનાસકાંઠા જિલ્લાની સાથે વાવ-થરાદ વિસ્તાર તેમજ પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારો સરહદી તેમજ વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતા હોવાથી તેમની કામગીરી માટે અલગ રેન્જ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી ગોઠવણીથી કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ તેમજ પોલીસ કામગીરીમાં વધુ કાર્યક્ષમતા જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લાની બોર્ડર રેન્જમાં ફેરબદલી
ગૃહ વિભાગના નિર્ણય મુજબ મોરબી જિલ્લાને હવે બોર્ડર રેન્જમાં મૂકવામાં આવ્યો છે. અગાઉની ગોઠવણીમાં રહેલા ફેરફાર બાદ હવે બોર્ડર રેન્જમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય જિલ્લાઓ ભૌગોલિક અને વહીવટી દૃષ્ટિએ મહત્વપૂર્ણ હોવાથી તેમની કામગીરીનું સંકલન એક જ રેન્જ હેઠળ કરવામાં આવ્યું છે.
રાજકોટ રેન્જની નવી ગોઠવણી
તે ઉપરાંત રાજકોટ રેન્જની નવી ગોઠવણી પણ જાહેર કરવામાં આવી છે. રાજકોટ રેન્જમાં હવે રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેરફારોથી સંબંધિત જિલ્લાઓમાં પોલીસ વહીવટ વધુ સુવ્યવસ્થિત બનશે અને સંકલિત કામગીરીને પ્રોત્સાહન મળશે.
પોલીસ તંત્રમાં ઝડપ અને કાર્યક્ષમતા વધવાની આશા
ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો રાજ્યના પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવા તેમજ જિલ્લાઓ વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. નવી રેન્જોની રચના અને જિલ્લાઓની ગોઠવણીથી પોલીસ કામગીરીમાં ઝડપ, જવાબદારી અને કાર્યક્ષમતામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી
