ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 મે 2024 (11:52 IST)

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 28માંથી 25ના DNA સેમ્પલ આવી ગયા

rajkot dna sample
rajkot dna sample

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતકોના DNA મેચ થયા છે. તેમજ DNA રિપોર્ટની કાર્યવાહી યથાવત છે. તથા FSLના રિપોર્ટ બાદ 24 મૃતકના સગાઓના સંપર્ક કરાયા છે. તેમાં 24માંથી 19 મૃતકોનાં મૃતદેહને પરિજનોને સોંપાયા છે. તેમજ 3 મૃતકના સગા બહારગામ હોવાથી ગઈકાલે સેમ્પલ લેવાયા છે. હજુ પણ કેટલાક મૃતકોના DNA રિપોર્ટની કાર્યવાહી શરૂ છે.

રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોન આગ દુર્ઘટનાના 24 મૃતકોની ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરાઈ છે. એફ.એસ.એલ.માંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા સગાઓનો સંપર્ક કરીને મૃતદેહ સોંપાયા છે. રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અન્ય ત્રણ લાપતા વ્યક્તિના સગાવ્હાલા બહારગામ હોવાથી, આજે ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવ્યા હતા.
In the Rajkot fire incident, 11 dead bodies were handed over to the families
In the Rajkot fire incident, 11 out of 28 dead bodies were handed over to the families

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે આજે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું સંભવત: સ્વર્ણીમ સંકુલ 2 ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી એસઆઈટીના અધિકારીઓ હાજર રહેશે. અત્યાર સુધી કેસમાં થયેલી તપાસ, તપાસ દરમિયાન લેવાયેલા નિવેદન, અન્ય કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આખીયે ઘટનામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
 
પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા તેની યાદી
 
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ
સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ
સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ
જીગ્નેશ કાળુભાઈ ગઢવી, રહે. રાજકોટ
ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ
આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ
સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર
નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર
જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ
હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, રહે. રાજકોટ
દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર
રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ
શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ
નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ
વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ
ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ
ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ
તિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ
કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ
મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ
પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ