1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 26 મે 2024 (08:02 IST)

Rajkot Fire Tragedy - 99 રૂપિયાની સ્કીમ ને 28 ના મોત, ગેમઝોનમાં આગ અને ૩૦ સેકન્ડમાં બધુ બળીને ખાખ, વેલ્ડીંગ અને 2500 લીટર ડીઝલ બન્યુ આગનું કારણ

rajkot fire
રાજકોટ માટે 26 મે, 2024નો દિવસ કાળો બન્યો છે. કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. હાહાકાર મચાવતી આગદુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા માસુમો કાળનો કોળ્યો બન્યા હતાં. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો. રાતના એક વાગ્યા સુધી 28ના મોત થયા હતા અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આગને પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું હતું

 
રાજકોટમાં ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનિષ પ્રજાપતિ ફરાર થયો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમઝોન માટે જગ્યા ભાડે આપી હતી.જણાવીએ કે, ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક 24 થયો છે. ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. 
 
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં 28 લોકોનાં મોત થયા છે. આ તરફ તંત્રએ 27 લાપત્તા લોકોની યાદી જાહેર કરી છે. મીસિંગ લોકોને શોધવા માટે દુર્ઘટના સ્થળે રાત ભર રેસ્ક્યૂ ઓપરેશન ચાલું રહ્યું.
 
Rajkot Fire Tragedy
Rajkot Fire Tragedy
મિસિંગ અને મળેલા લોકોની યાદી
 
નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)
પ્રકાશભાઇ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ. 44)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
સુનિલભાઇ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ. 45)
ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)
અક્ષત કિશોરભાઇ ઘોલરીયા (ઉ.વ. 24)
ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)
વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
કલ્પેશભાઇ બગડા
સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
નિરવ રસિકભાઇ વેકરીયા (ઉ.વ. 20)
સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ. 17)
શત્રુધ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
જયંત ગોટેચા
સુરપાલસિંહ જાડેજા
નમનજીતસિંહ જાડેજા
મિતેશ બાબુભાઇ જાદવ (ઉ.વ. 25)
ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ. 35)
વિરેન્દ્રસિંહ
કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ. 18)
રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ. 12)
રમેશ કુમાર નસ્તારામ
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)
 
ફાયરનું NOC પણ નહીં
કોર્પોરેશનની મંજૂરી લેવી ના પડે એ માટે અહીં શેડ બનાવ્યો  અને રાઈડનું સર્ટિફિકેટ લઈ ત્રણ માળનો ભવ્ય ગેમ ઝોન શરૂ કરી દીધો હતો.આ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગેમ ઝોન માટે ફાયરનું NOC પણ લીધું નહોતું.  
 
રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનો ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે. જયમીન ઠાકરે કહ્યું હતું કે, આ સંચાલકોને રાજકોટ મનપા અને ભાજપ સરકાર છોડશે નહીં. રાજકોટ મનપાની માત્રને માત્ર જવાબદારી ફાયર NOC આપવાની છે. આની મંજૂરી મનોરંજન વિભાગ આપતું હોય છે. એ પણ આ લોકો મનોરંજન વિભાગમાં ફાઈલ મૂકે પછી તે ફાઈલ મનપા પાસે આવે પછી મનપા મંજૂરી આપતી હોય છે
 
સિડી પર વેલ્ડિંગ કરતી વખતે તણખો ઝરતાં આગ
સીડી પર વેલ્ડિંગ કરતી વખતે તણખાં ઝરતાં અચાનક આગ ભભૂકી.જો કે ઉપર જવા માટે એક જ સીડી હોવાથી બીજા-ત્રીજા માળના લોકોને બચવાનો રસ્તો જ મળ્યો નહીં. જેને કારણે મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો. ગેમ ઝોનમાં રબ્બર અને રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. સાથે જ પતરાંનાં સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટનું પાર્ટીશન હતું. વળી કાર ઝોન ફરતે એક હજારથી વધુ ટાયર હતા. આ ઉપરાંત અહીં પચ્ચીસો લીટર ડીઝલ હોવાથી આગ વિકરાળ બની હતી.
 
સસ્તી સ્કીમને કારણે ગેમ ઝોનમાં ભીડ 
વેકેશન અને વીકેન્ડને કારણે એન્ટ્રી ફી 500 રૂપિયાથી ઘટાડી 99 રૂપિયા કરી હતી. જેને કારણે અહીં ભીડ વધું હતી.દુર્ઘટના સમયે અહીં 300 લોકો હાજર હતા. જેમાંથી ઘણા લોકો હજુ લાપતા છે.
 
કેટલાક  મૃતદેહ ટાયરમાં ચોંટી ગયા  
સિવિલ હૉસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5-5 મૃતદેહ લાવવાની ફરજ પડી. કેટલાક મૃતદેહ તો કોથળાં-કાપડ અને પ્લાસ્ટિકની થેલીઓ લવાયા હતા. તો કેટલાક ટાયરમાં જ ચોંટેલા હતા. 5 ફૂટની એક વ્યક્તિનો મૃતદેહ તો સાડા ત્રણ ફૂટ જેટલો થઈ ગયો હતો.
 
બહાદુર સ્થાનિક નાગરિકે બાળકોને બચાવ્યા 
આ દુર્ઘટનામાં ગોંડલના કિશોરે બહાદૂરી બતાવી. પૃથ્વિસિંહ ઝાલા નામના કિશોરે પતરાં તોડીને પોતાનો અને અન્ય 5 બાળકોના જીવ બચાવ્યા. જો કે, તેમના બે મિત્રો હજુ ગુમ છે.