બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , મંગળવાર, 28 મે 2024 (18:39 IST)

રાજકોટ અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે જવાબદાર અધિકારીઓ અંગે માંગ્યો અહેવાલ

rajkot fire
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે પણ વલખાં મારી રહ્યાં હોય તેવી કરૂણ સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્ય સરકાર દ્વારા DNA ટેસ્ટ કરીને પરિવાજનોને તેમના સ્વજનોના મૃતદેહો આપી રહી છે. આ લખાય છે ત્યાં સુધીમાં 28માંથી માત્ર 17 લોકોના મૃતદેહોના DNA મેચ થયાં છે. આ ઘટનામાં રાજ્ય સરકારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં અને રાજકોટના પોલીસ કમિશ્નર તથા મ્યુનિસિપલ કમિશ્નરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ રાજ્ય માનવ અધિકાર પંચે પોલીસ કમિશ્નર અને મહાનગરપાલિકાના કમિશ્નરને ફટકારી નોટિસ ફટકારી છે. 
 
રાજકોટ અગ્નિકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
રાજકોટની ઘટનામાં સરકારે સાત અધિકારીઓ સામે સસ્પેન્શનના પગલાં લીધા બાદ હવે માનવ અધિકાર પંચ એક્શનમાં આવ્યો છે. રાજ્ય માનવ અધિકાર પંચે પોલીસ કમિશ્નર અને મહાનગરપાલિકાના કમિશ્નરને ફટકારી નોટિસ ફટકારી છે. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ અંગે અહેવાલ માંગવામાં આવ્યો છે. તે ઉપરાંત  રાજ્યના તમામ જિલ્લા કલેકટર, એસપી અને પોલીસ કમિશ્નર પાસે ગેરકાયદેસર મંજૂરી વગર તેમજ ફાયર એનઓસી વગર ચાલતા ગેમઝોન અંગે માહિતી માંગવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. RMC અને માર્ગ મકાન વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓની પુછપરછ હાથ ધરાઇ. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર, એન્જીનિયરની પુછપરછ હાથ ધરાઈ છે.
 
આવતીકાલ સુધીમાં તમામ મૃતદેહોની DNA તપાસ પૂરી થઈ જશે
આવતીકાલ સુધીમાં તમામ મૃતદેહોની DNA તપાસ પૂરી થઈ જશે. પૂર્વ અધિકારીઓ સામે પણ સકંજો કસાય શકે છે. ગેમ ઝોન શરૂ થાયા એ સમયે ફરજ પરના ટોચના અધિકારીઓની વિગતો મગાવવામાં આવી છે. ગેમ ઝોન બાદ રાજ્યમાં હવે મૂવી થિએટર્સમાં પણ તપાસ માટે સરકાર આદેશ આપશે. પ્રાથમિક રિપોર્ટને આધિન સરકારે 7 અધિકારીઓને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કર્યા છે.બીજી તરફ રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળી લીધો છે. તેમણે બેઠક કરીને હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.