શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2024 (12:12 IST)

રાજકોટ અગ્નિકાંડમાં 28માંથી 11 મૃતદેહો પરિવારજનોને સોંપાયા

In the Rajkot fire incident, 11 dead bodies were handed over to the families
In the Rajkot fire incident, 11 out of 28 dead bodies were handed over to the families

ગુજરાતનાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગની ઘટના આ દિવસોમાં ચર્ચામાં છે. 25 મેના રોજ લાગેલી આ આગમાં 28 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આગ એટલી ભયાનક હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેનાં કારણે તેમની ઓળખ થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લઈ રહી છે.

બીજી બાજુ ઘટના બાદ 28માંથી 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યાં છે. મૃતકોના આત્માની શાંતિ માટે TRP ગેમઝોન ખાતે બ્રાહ્મણોએ શાંતિ પાઠ કર્યા હતાં. ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે ડીએનએ ટેસ્ટ દ્વારા અત્યાર સુધીમાં નવ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબની મદદથી ડીએનએ પ્રોફાઇલિંગ દ્વારા વધુ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.જોકે, ડીએનએ ટેસ્ટની આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે.

આ દરમિયાન, પીડિતોનાં પરિવારો મૃતદેહને સોંપવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા છે, જેના કારણે સોમવારે સ્થાનિક પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.ગૃહમંત્રી સંઘવીએ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)ની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે અત્યાર સુધીમાં ડીએનએ સેમ્પલ દ્વારા નવ પીડિતોની ઓળખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હું અસરગ્રસ્ત પરિવારોની પીડા અને ગુસ્સો સમજી શકું છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. FSL ચોવીસ કલાક કામ કરી રહી છે. એફએસએલનાં સમગ્ર સ્ટાફે તેમની રજાઓ અને અન્ય પ્લાન કેન્સલ કરી દીધા છે જેથી તમામ ડીએનએ સેમ્પલ વહેલી તકે મેચ કરી શકાય. મેં આ મામલે પરિસ્થિતિની સમીક્ષા કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દર કલાકે આ બાબતે અપડેટ લઈ રહ્યા છે.સંઘવીએ કહ્યું કે ખરાબ રીતે દાઝી ગયેલા મૃતદેહોમાંથી લોહીનાં નમૂના લેવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ફોરેન્સિક નિષ્ણાતો મૃતકનાં હાડકાનાં નમૂનાને તેમના પરિવારનાં સભ્યોનાં લોહીનાં નમૂના સાથે મેચ કરી રહ્યા છે. જો સેમ્પલને રોડ માર્ગે ગાંધીનગર લાવવામાં આવે તો ચાર કલાક જેટલો સમય લાગી શકે છે. મુખ્યમંત્રીએ ડીએનએ મેચિંગ પ્રક્રિયા માટે એર એમ્બ્યુલન્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.તેમણે કહ્યું કે રવિવારે સવારે ફોરેન્સિક સાયન્સ લેબમાં ડીએનએ મેચિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી અને ત્યારથી 18 ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ ચોવીસ કલાક કામ કરી રહી છે જેથી ઓળખ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી શકાય.તેમણે કહ્યું કે આ પ્રક્રિયા લાંબી છે અને તે ચાર તબક્કામાં થાય છે. ડીએનએ મેચિંગ માટે, મૃતકના લોહી અથવા હાડકાના નમૂનાઓ તેમના પરિવારનાં સભ્યોનાં લોહીનાં નમૂનાઓ સાથે મેચ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં લગભગ 48 કલાક લાગે છે. અત્યાર સુધીમાં નવ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. આઠ સેમ્પલની તપાસ ચાલી રહી છે.