1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , સોમવાર, 27 મે 2024 (22:47 IST)

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નરની બદલી, જાણો કોને મળ્યું સ્થાન

Rajkot city police commissioner and municipal commissioner transfer
Rajkot city police commissioner and municipal commissioner transfer

શહેરમાં TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કર્યા બાદ નવી જગ્યા માટે હાલમાં વેઈટિંગમાં રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી તથા ઝોન-2 ડીસીપી સુધીર કુમાર દેસાઈની પણ બદલી કરી દેવામાં આવી છે. તે ઉપરાંત વિધિ ચૌધરીની જગ્યાએ કચ્છથી મહેન્દ્ર બગરીયાની નિમણૂંક કરી દેવાઈ છે. જ્યારે સુધિર કુમાપ દેસાઈની જગ્યાએ વડોદરાથી જગદીશ બાંગરવાની નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના સ્થાને AUDAના CEO ડી.પી. દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. તેમના AUDAના ચાર્જમાં સ્વચ્છ ભારત મિશન ગાંધીનગર GUDAના CEO ભવ્ય વર્માને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.